તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં જાન પરણવા આવી ત્યારે એક બેકાબૂ કારે જાનૈયાને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 13 લોકો ઘાયલ થયાં હતાં. આ સમગ્ર ઘટના મોબાઇલના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જાન પરણવા આવી ત્યારે દુલ્હન વરરાજાનું સ્વાગત કરવા માટે એક કારના સનરૂફમાંથી બહાર નીકળી ડાન્સ કરી રહી છે. આ દરમિયાન કારની વિન્ડો પર પણ કેટલાક જાનૈયાઓ લટકીને ડાન્સ કરી રહ્યા છે અને જોત જાતામાં એક બેકાબૂ કાર ટક્કર મારે છે અને કેટલાક જાનૈયાઓ હવામાં ફંગોળાય છે. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં દુલ્હનને કોઈ ઈજા થઈ નથી, પણ અકસ્માત સર્જી કારચાલક ભાગી ગયો હતો. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી આરોપી કારચાલકની વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.