તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Bride Reached The Pavilion Sitting On The Bonnet Of An SUV In Pune To Do Something Different, Police Registered A Case After The Video Surfaced

દુલ્હન સામે FIR:પુણેમાં કઈક અલગ કરવા SUVના બોનેટ પર બેસીને માસ્ક વગર મંડપ સુધી પહોંચી દુલ્હન, વીડિયો સામે આવતા પોલીસે કરી કાર્યવાહી

22 દિવસ પહેલા
SUV કારના બોનેટ પર બેઠેલી દુલ્હન

​​​કઈક અલગ કરવાની ઈચ્છામાં ઘણી વાર લોકો નિયમ-કાયદાનો ભંગ કરી દેતા હોય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના પાટનગર પુણેમાં જોવા મળ્યો છે. અહીં એક દુલ્હન SUV કારના બોનેટ પર બેસીને લગ્ન કરવા મંડપ પહોંચી છે. પોતાના ઘરથી મંડપ સુધી જવા દરમિયાન છોકરીનો વીડિયો કોઈએ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. મોડી રાતે પોલીસે આ કેસને ગંભીરતાથી લેતા છોકરી અને તેના પરિવાર સામે કેસ દાખલ કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઘટના મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ પુણેના દિવા ઘાટની છે. પુણેમાં રહેતી છોકરી તેમના પિતા અને પરિવારના અમુક સભ્યો સાથે સાસવડમાં બનેલા લગ્ન મંડપ તરફ જઈ રહી હતી. ગાડીની આગળ મોટર સાઈકલ પર ફોટોગ્રાફર દુલ્હનનો વીડિયો શૂટ કરતો હતો.

વીડિયોના આધારે લગ્ન સમારોહમાં પહોંચી પોલીસ
લોની કાલભોર પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ નીરિક્ષક રાજેન્દ્ર મોકાશીએ જણાવ્યું કે, વીડિયો જોયા પછી અમે સહેજ પણ રાહ ના જોઈ અને SUVની નંબર પ્લેટના આધાર પર પહેલાં ગાડીના માલિકની માહિતી મેળવી અને અમે ત્યાં પહોંચ્યાં જ્યાં લગ્ન થતા હતા. અમે લગ્ન નથી રોક્યા પરંતુ દુલ્હન સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધી છે અને વીડિયોમાં જે કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જપત કરી લીધો છે. આ મુદ્દે ટ્રાફિક નિયમોની અવગણના કરવાની સાથે અન્ય લોકોના જીવને જોખમમાં મુકવાના ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...