• Gujarati News
  • National
  • The Brakes Of The Train Running At Full Speed Failed, 57 Coaches Overturned One After The Other

માલગાડીના અકસ્માતનો LIVE VIDEO:પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનની બ્રેક ફેઈલ થઈ, એક બાદ એક 57 ડબ્બા પલટી ગયા

એક મહિનો પહેલા

બિહારના ગયા-ધનબાદ રેલવે લાઈન પર એક માલગાડીને ગંભીર અકસ્માત નડ્યો. આ ઘટના બુધવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બની. કોલસો ભરેલી ટ્રેન ગુરપા રેલવે સ્ટેશનથી 20 કિલોમીટર દૂર એક ઘાટ પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન કોઈક કારણસર ટ્રેનની બ્રેક ફેઈલ થઈ ગઈ. બ્રેક ફેઈલ થતાં માલગાડી રેલવે ટ્રેકની પાસેના થાંભલા સાથે ટકરાતા બેકાબૂ બની ગઈ હતી. થોડા જ સમયમાં 58માંથી 57 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાંથી 53 ડબ્બાનું તો કચ્ચરઘાણ વળી ગયું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ તો નથી થઈ. પરંતુ 10થી વધુ ટ્રેનને ડાઈવર્ટ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...