તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Bombay High Court Said Even Beggars Work, The Government Does Not Give Everything

બધું મફતમાં નહીં:બોમ્બે હાઈકોર્ટે કહ્યું - ભિખારીઓ પણ કામ કરે, સરકાર બધું ન આપે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકર બૃજેશ આર્યની PIL પર હાઈકોર્ટની સલાહ

માર્ગો પર રહેતા બેઘરો અને ભિખારીઓ માટે મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. એક જનહિત અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી એસ કુલકર્ણીની બેન્ચે કહ્યું કે બેઘરો અને ભિખારીઓએ પણ દેશ માટે કશુંક કામ કરવું જોઈએ. રાજ્ય સરકાર તેમને બધું મફતમાં નહીં આપી શકે.

જો તેમને બધું મફતમાં મળશે તો તેઓ કામ નહીં કરે. સામાજિક કાર્યકર બૃજેશ આર્યએ તેમની અરજીમાં લોકડાઉન દરમિયાન મહાપાલિકાને બેઘરો, ભિખારીઓ અને ગરીબોને ત્રણ ટંક ભોજન, પીવાનું પાણી, રહેવા માટે જગ્યા અને પબ્લિક ટોઈલેટની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવાની વિનંતી કરી હતી.

મહાપાલિકાએ સુનાવણીમાં જણાવ્યું હતું કે એનજીઓની મદદથી મુંબઈમાં આવા લોકોને ખાવાનું અને આ વર્ગની મહિલાઓને સેનિટરી નેપકિન આપવામાં આવી રહ્યાં છે. આ દલીલને માન્ય રાખીને ખાવાની ચીજો આપવા વિશે વધુ નિર્દેશ આપવાની જરૂર નથી એવી નોંધ કરી હતી.

બેઘરોને મફતમાં રસીકરણ...
કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લેતાં મુંબઈ, થાણે અને નવી મુંબઈ મહાપાલિકા બેઘરોનું મફતમાં રસીકરણ કરી રહી છે એવી માહિતી પણ મહાપાલિકાએ કોર્ટને આપી હતી. થોડા દિવસ પૂર્વે આવા લોકોના રસીકરણને લઈને સરકારને માર્ગદર્શિકા જારી કરવા માટે કોર્ટે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...