• Gujarati News
  • National
  • The Body Of The Young Man Will Come On Thursday; Varun, Who Was Very Dear To The Children, Dreamed Of Farming After Retirement

ગ્રુપ કેપ્ટનના અંતિમ સંસ્કાર ભોપાલમાં થશે:વરૂણસિંહના પિતાએ અંતિમ સંસ્કારનું સ્થળ બદલ્યું; કહ્યું-મારા દીકરાના કારણે લોકોને ટ્રાફીકની સમસ્યા ના થવી જોઈએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટથી નિવાસ સ્થાને પાર્થિવ દેહ લઈ જવાયો ત્યારે CM સતત સાથે રહ્યા
  • શહીદ વરુણના પિતા અને સેનાના રિટાયર્ડ કર્નલ કેપી સિંહ ભોપાલ રહે છે
  • નાનો ભાઈ તનુજ નેવીમાં લેફટનન્ટ કમાન્ડર છે, તેમનું પોસ્ટિંગ મુંબઈમાં છે

તામિલનાડુના કુન્નુરમાં 8 ડિસેમ્બરે CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એકમાત્ર ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે બુધવારે નિધન થઈ ગયું. વરુણ ગત 7 દિવસમાં બેંગલુરુની હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં હતા. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ બેંગલુરુ એરપોર્ટ પહોંચી ગયો છે. અહીંથી ભોપાલ એરપોર્ટ પર સેનાના પ્લેનથી પાર્થિવદેહ લાવવામાં આવશે. શ્રદ્ધાંજલિ આપ્યા પછી તેમના ઘરે પાર્થિવ દેહ લઈ જવામાં આવશે.

કેપ્ટનનો પાર્થિવ દેહ સેનાના હેલિકોપ્ટરમાં બેંગલુરુથી ભોપાલ એરપોર્ટ લવાયો
કેપ્ટનનો પાર્થિવ દેહ સેનાના હેલિકોપ્ટરમાં બેંગલુરુથી ભોપાલ એરપોર્ટ લવાયો
પરિવારજનો પણ એરપોર્ટ પહોંચ્યા
પરિવારજનો પણ એરપોર્ટ પહોંચ્યા
એરપોર્ટ પર પરિવારજનો
એરપોર્ટ પર પરિવારજનો
કેપ્ટનની યાદમાં છલકાયા આંસુ
કેપ્ટનની યાદમાં છલકાયા આંસુ

પ્રશાસનની ઈચ્છા વરુણ સિંહના અંતિમ સંસ્કાર ભદભદા વિશ્રામ ઘાટ પર કરાવવાનો હતો પરંતુ વરુણ સિંહના પિતાના કહ્યા પછી હવે શુક્રવારે સવારે 11 વાગે બૈરાગઢમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. હકીકતમાં પિતાએ કહ્યું કે, અંતિમયાત્રા ભદભદા લઈ જવામાં આવશે તો ટ્રાફિક જામ થશે અને તેઓ નથી ઈચ્છતા કે તેમના દિકરાના કારણે કોઈ પેરશાન થાય.

ભોપાલ કલેક્ટર અવિનાશ લવાનિયાએ જણાવ્યું કે શહીદ ગ્રુપ કેપ્ટનના અંતિમસંસ્કાર શુક્રવારે ભોપાલમાં થશે. તેમનો પાર્થિવ દેહ ગુરુવારે બપોરે સેનાના વિમાનમાં ભોપલ પહોંચી જશે. અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તેમના પૈતૃક ગામ દેવરિયા (ઉત્તરપ્રદેશ)થી પણ પરિવારના લોકો ભોપાલ માટે રવાના થઈ ગયા છે.

ભોપાલમાં જ રહે છે શહીદના પિતા
શહીદ વરુણના પિતા અને સેનાના રિટાયર્ડ કર્નલ કેપી સિંહ ભોપાલના એરપોર્ટ રોડ સ્થિત સન સિટી કોલોનીમાં રહે છે. વરુણ પણ વારંવાર ભોપાલ આવતા-જતા રહેતા હતા. જો કે વરુણ સિંહના પરિવારના કોઈ પણ સભ્ય હાલ અહીં નથી રહેતા અને ઘરને તાળું મારેલું છે.

ભાસ્કરે વરુણના ભોપાલ સ્થિત ઘર અને તેમના ગૃહક્ષેત્ર દેવરિયાના લોકોને મળીને તેમની ભાવનાઓ જાણવાનો પ્રયાસ કર્યો. બંને જગ્યાએ માતમ જોવા મળી રહ્યો છે. બંને જગ્યાએ એક જ વાત જ સામે આવી રહી છે કે વરુણ બાળકોમાં ઘણાં જ લોકપ્રિય હતા. કરિયર ટિપ્સ આપતા રહેતા હતા. યૌદ્ધાઓની વાત કરતા હતા.

ભોપાલના તેમના પાડોસી અને સન સિટી ઉત્સવ સમિતિ કોલોનીના અધ્યક્ષ દલજીતસિંહ ગુરુદત્તાએ જણાવ્યું કે વરુણ હમણાં જ દિવાળી પર આવ્યા હતા. તેઓ ઘણાં જ મળતાવડા સ્વભાવના હતા. આખી કોલોનીમાં તેઓ લોકોના પ્રિય હતા. કોલોનીના બાળકોને તેઓ ઘણો પ્રેમ આપતા હતા. જ્યારે પણ આવતા તેઓ બધાં જ બાળકોને મળતા હતા. તેમની ઉત્સાહ વધારતા સાથે જ બાળકોને તેમના લક્ષ્ય અંગે પણ પૂછતા જે પછી તેમને કરિયર ટિપ્સ પણ આપતા હતા. જ્યારે પણ તેઓ આવતા હતા, કોલોનીમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેતું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું છે.

એક પ્રોગ્રામમાં બાળકોની સાથે દિવંગત વરુણ સિંહ (ફાઈલ ફોટો)
એક પ્રોગ્રામમાં બાળકોની સાથે દિવંગત વરુણ સિંહ (ફાઈલ ફોટો)

રજાઓને પણ દેશ માટે સમર્પિત કરતા હતા વરુણ
પાડોસી અનિલ મૂલચંદાનીએ જણાવ્યું કે વરુણ સિંહને જ્યારે પણ રજા મળતી હતી ત્યારે તેઓ ભોપાલ આવતા હતા. ભોપાલ શહેર તેમનું પસંદગીનું શહેર હતું. કોલોનીમાં જ્યારે આંટો મારતા ત્યારે બાળકોથી લઈને મોટાઓ સુધી વાત કરતા હતા. તેઓ બાળકોને યૌદ્ધાઓની વાત કરતા રહેતા. જે વાત બાળકો અમને જણાવતા હતા. વરુણ સિંહ હંમેશા બાળકોમાં સાહસિક વૃતિ દાખવવાનો પ્રયાસ કરતા. તેઓ રજાનો દિવસ પણ દેશ માટે સમર્પિત કરતા હતા. દીકરીઓને પણ પ્રોત્સાહિત કરતા હતા. તેઓ કહેતા હતા દીકરીઓ પણ કોઈનાથી ઉતરતી નથી.

વિશ્વાસ નથી થતો કે વરુણ હવે નથી રહ્યા
વરુણના અન્ય એક પાડોસી કર્નલ મહેન્દ્ર ત્યાગીએ કહ્યું- વરુણ સિંહના જવાથી અમે પણ શોકમાં છીએ. તેઓ ઘણાં પરાક્રમી હતા, પરંતુ આપણને છોડીને જતા રહ્યાં. વરુણના પિતા મારા સારા મિત્ર છે. વરુણ અંગે તેઓ સાથે થોડાં દિવસ પહેલાં જ વાત થઈ હતી. તેઓએ કહ્યું હતું કે હાલ પુત્રની તબિયત સારી છે. આજે વરુણના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. અમને વિશ્વાસ નથી થતો કે વરુણ હવે આપણી વચ્ચે નથી રહ્યાં.

ભાઈ નેવીમાં છે
લગભગ 20 વર્ષ પહેલાં વરુણ સિંહનો પરિવાર ભોપાલ શિફ્ટ થયો હતો. સન સિટી કોલોનીમાં તેમના પિતા કેપી સિંહ અને માતા ઉમા સિંહ રહે છે. તો વરુણ સિંહ પોતાની પત્ની અને બે બાળકોની સાથે તમિલનાડુના વેલિંગ્ટનમાં રહે છે. તેમનો નાનો ભાઈ તનુજ નેવીમાં લેફટનન્ટ કમાન્ડર છે, તેમનું પોસ્ટિંગ મુંબઈમાં છે. વર્તમાનમાં માતા ઉમા સિંહ નાના ભાઈ સાથે રહે છે. માતા ખાનગી સ્કૂલમાં ટીચર હતા.

દેવરિયાઃ રિટાયર્ડ થયા બાદ ખેતી કરવા માગતા હતા
તો દેવરિયાના કન્હૌલી ગામથી સંબંધીઓ ભોપાલ આવી રહ્યાં છે. કન્હૌલી વરુણ સિંહનું પૈતૃક ગામ છે, જ્યાં પણ માતમ જોવા મળી રહ્યો છે. ભાસ્કર સાથે ચર્ચા કરતા કાકા રાજીવ સિંહે જણાવ્યું કે તેઓ અધિકારી હતા પણ સામાન્ય જીવન જીવતા હતા. રિટાયર્ડ થયા બાદ ગામમાં જ ખેતી કરવા માગતા હતા. ગામમાં બનેલી મિઠાઈ તેમને ઘણી જ પસંદ હતી. કહેતા હતા- જય જવાન જય કિસાનવાળું જીવન પસંદ છે.

અભિનંદનના બેચમેટ હતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનના બેચમેટ રહ્યાં છે. અભિનંદન હાલમાં જ 27 ફેબ્રુઆરી 2019નાં રોજ ભારતની સરહદમાં ઘુસેલા પાકિસ્તાની વિમાનને ભગાડ્યું હતું. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ DSSCમાં પદસ્થ હોવાને કારણે તેમનો આખો પરિવાર તમિલનાડુમાં રહે છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, કોંગ્રેસના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.

અન્ય સમાચારો પણ છે...