• Gujarati News
  • National
  • The Body Of Shiv Sena MLA Mangesh Kudalkar's Wife Was Found Hanging From A Fan In Kurla. No Suicide Note Found

મુંબઈમાં ધારાસભ્યનાં પત્નીની આત્મહત્યા:કુર્લાથી શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરનાં પત્નીનો પંખા સાથે લટકતો મૃતદેહ ઘરમાંથી મળ્યો; કોઈ સુસાઇડ નોટ મળી નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરનાં પત્ની રજનીનો મૃતદેહ મુંબઈના કુર્લા વિસ્તારમાં તેમના ઘરેથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે મૃતદેહ બેડરૂમમાં પંખા સાથે લટકતો હતો. પોલીસે પ્રાથમિક તપાસના આધારે તેને આત્મહત્યા માનીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે પોલીસ કમિશન અને જોઈન્ટ CP તપાસ માટે પહોંચ્યા છે.

જોઇન્ટ CPના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં પોલીસને ફોન પર ફાંસી લગાવ્યાની માહિતી મળી હતી. મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મંગેશ કુડાલકરનું ઘર કુર્લાના નેહરુનગર વિસ્તારમાં આવેલું છે. આ સંજોગોમાં આ ઘટનામાં નેહરુનગર પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

ગયા વર્ષથી ચર્ચામાં હતા મંગેશ
મંગેશ કુડાલકરનું નામ વર્ષ 2021માં ઓનલાઈન સેક્સ ચેટ કેસમાં પણ સામે આવ્યું હતું. પોલીસે ધારાસભ્યને ઓનલાઈન સેક્સ ચેટની આડમાં બ્લેકમેઇલ કરવાના કેસમાં એક આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી હતી. એ સમયે ધારાસભ્ય તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમને સાયબર ઠગનો શિકાર બનાવી રૂપિયા 5000ની છેતરપિંડી કરવામાં આવી હતી.

દીકરાના મોત બાદ તૂટી ગઈ હતી રજની
કેટલાક મહિના અગાઉ રજનીના દીકરાનું મોત થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીકરાના મોતથી રજની તૂટી ગઈ હતી અને લોકોને વધુ મળતી ન હતી તથા વાત કરતી ન હતી. રજની કુડાલકરની આત્મહત્યાની માહિતી મળતાં મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા ઘરે પહોંચી રહ્યા છે. શિવસેના સચિવ મિલિંદ નાર્વેકરે મંગેશ કુડાલકર સાથે વાતચીત કરી છે.