તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Body Of Punjabi Sufi Singer Manmit Singh, Who Went Missing In Himachal Pradesh, Was Found In Kangra; Heavy Rains Disrupt Life In Mountainous Areas

વાદળ ફાટવાથી વિનાશ:હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા પંજાબી સૂફી સિંગર મનમિત સિંહનો મૃતદેહ કાંગડામાંથી મળ્યો; ધોધમાર વરસાદથી પહાડી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

હિમાચલ પ્રદેશ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંગર મનમિત સિંહનો ફાઇલ ફોટો - Divya Bhaskar
સિંગર મનમિત સિંહનો ફાઇલ ફોટો
  • ધર્મશાલામાં ભાઈ અને મિત્રો સાથે ફરવા ગયા હતા મનમિત સિંહ
  • ફસાયેલા પ્રવાસીઓ પાસે નથી પહોંચતી કોઈ મદદ

પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને કેટલીક જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટનાએ જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ વિનાશ સર્જ્યો છે. અહીં પાછલા દિવસે કારેરી લેક વિસ્તારમાં કેટલાય મૃતદેહો મળી આવ્યા છે. આ મૃતદેહોમાં ઘણા દિવસોથી ગુમ થયેલા પંજાબના સૂફી સિંગર મનમિત સિંહનો મૃતદેહ પણ સામેલ છે.

મંગળવારે રેસ્કયૂ ટીમને એ સ્થળ પરથી કૂલ 6 મૃતદેહ મળ્યા હતા, જેમાં એક મહિલા અને એક બાળકનો મૃતદેહ પણ સામેલ છે. કારેરી લેક વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમને પંજાબી સૂફી સિંગર મનમિત સિંહનો મૃતદેહ મળ્યો છે. જે અન્ય લોકો પણ આ દરમિયાન ગુમ થયેલા છે, તેમને પણ હવે મૃત ગણવામાં આવી રહ્યા છે.

ધર્મશાલામાં ફરવા ગયા હતા મનમિત સિંહ
પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાસી મનમિત સિંહ પોતાના ભાઇ સહિત કુલ 5 લોકો સાથે ધર્મશાલા ફરવા માટે ગયેલા. રવિવારે તેઓ કારેરી લેક ફરવા નીકળેલા, પરંતુ ત્યારે જ હિમાચલ પ્રદેશમાં જોરદાર વરસાદ શરૂ થઇ ગયો અને આવી સ્થિતિમાં તેમને ત્યાં જ રોકાવું પડ્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કે સોમવારે ભારે વરસાદમાં મનમિત સિંહ અને તેના સાથી તણાઇ ગયા હશે. પોલીસ અનુસાર મનમિત અને તેના સાથી સોમવારે ગુમ થયેલા અને મંગળવારે તેમના મૃતદેહ મળ્યા હતા. એના સિવાય નજીકના વિસ્તારની 19 વર્ષીય છોકરી પણ ગુમ થયેલી, તેનો પણ મૃતદેહ મળી ગયો છે.

વરસાદને કારણે પહાડી વિસ્તારોની સ્થિતિ ગંભીર
વરસાદને કારણે પહાડી વિસ્તારોની ખૂબ જ ગંભીર થઇ ગઇ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસી રહેલા સતત વરસાદે ત્યાંના રહેવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કાંગડા પાસે વરસાદને કારણે ભૂસ્ખલન થયું અને કેટલાય રસ્તાઓ જામ થઇ ગયા હતા, જેના કારણે સેંકડો લોકો રસ્તામાં જ ફસાઇ ગયા હતાં.

ફસાયેલા પ્રવાસીઓ પાસે નથી પહોંચી રહી કોઇ મદદ
વરસાદને કારણે જામમાં ફસાયેલા લોકોમાં મોટે ભાગે પ્રવાસી અને ટ્રકવાળા છે. તેમનું કહેવું છે કે તેઓ ઘણા લાંબા સમયથી ત્યાં અટકી ગયા છે. તેમની સાથે ખાવા-પીવાનો કોઇ સામાન નથી અને તેઓ પ્રશાસન તરફથી મદદની રાહ જોઇ રહ્યા છે, પરંતુ તેમના જોડે કોઇ મદદ નથી પહોંચી રહી.

અન્ય સમાચારો પણ છે...