• Gujarati News
  • National
  • The Body Of A Student Was Found Naked In Pilibhit, Her Mouth Was Full Of Clothes; The Father Said The Police Forcibly Took Away The Body

યુપીમાં ગેંગરેપ બાદ વિદ્યાર્થિનીની હત્યા:પીલીભીતમાં નગ્ન હાલતમાં મળ્યો વિદ્યાર્થિનીનો મૃતદેહ, મોઢામાં કપડું ભરેલું હતું; પિતાએ કહ્યું- પોલીસ બળજબરીથી મૃતદેહ લઈ ગઈ

પીલીભીત16 દિવસ પહેલા
  • ધોરણ 12ની વિદ્યાર્થિની પર નરાધમોએ કર્યો ગેંગરેપ, બાદમાં કરી હત્યા
  • પીડિત પરિવારે પોલીસ પર બેદરકારીના આરોપ લગાવ્યા

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ધોરણ 12ની વિદ્યાર્થિની પર ગેંગરેપ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓ બરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્યુશન માટે જઇ રહેલી વિદ્યાર્થિનીને ખેતરમાં લઈ ગયા હતા અને તેના મોઢામાં કપડું નાખી તેના પર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ ઘટના છુપાવવા માટે યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી. શનિવારે મોડી રાત્રે તેનો મૃતદેહ ઘરથી 500 મીટર દૂર ખેતરમાંથી મળી આવ્યો હતો.આ મામલામાં મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

વિદ્યાર્થિનીના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન હતા. મૃતદેહની આસપાસ પણ લોહીના છાંટા પડ્યા હતા. ખેતરથી થોડે દૂર જ તેના પુસ્તકો, બેગ, સાયકલ અને ચંપલ મળી આવ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસને બીયરની 4 બોટલ, નાસ્તો અને સિગારેટના ટુકડા મળી આવ્યા છે. આરોપીઓની સંખ્યા બે કરતા વધુ હોવાની આશંકા છે.

પિતાના આરોપ- પોલીસ બળજબરીથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ
મૃતક વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે, તેમની 16 વર્ષની પુત્રી શનિવારે સવારે ઘરેથી શાળા પાસે ટ્યુશન જવા માટે નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી પાછી ફરી ન હતી. જેના પર પરિવારજનોએ વિચાર્યું કે તે ટ્યુશનથી સીધી જ શાળાએ જતી રહી હશે, પરંતુ બાદમાં તે સાંજે 5 વાગ્યા સુધી પરત ણ ફરતા પરિવારને ચિંતા થઈ હતી. આ પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પુત્રીનું અપહરણ થયું છે. પોલીસે અપહરણનો કેસ નોંધ્યો હતો, પરંતુ પોલીસે દીકરીની શોધ કરી ન હતી, પોલીસે એમ કહ્યું કે તે રવિવારે સવારે આ બાબતની તપાસ કરશે.

વિદ્યાર્થિનીનો મૃતદેહ નગ્ન હાલતમાં પડ્યો હતો
આ પછી પરિવારજનોએ આજુબાજુ અને ખેતરોમાં દીકરીની શોધ કરતાં રહ્યા હતા. મોડી રાત્રે 11 વાગે છોકરીના ભાઈએ ખેતરમાં બહેનની સાયકલ જોઈ. નજીક પહોંચીને જોયું તો બહેનનો મૃતદેહ નગ્ન હાલતમાં પડ્યો હતો. આ બાબતે માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બાળકીના પિતાનો આરોપ છે કે પોલીસ બળજબરીથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ.

ગેંગરેપ અને હત્યાની ફરિયાદ નોંધાઈ
SP દેનેશ પી એ જણાવ્યુ હતું કે પીડિત પરિવારની ફરિયાદ પર ગેંગરેપ, હત્યા અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ માટે પોલીસની 4 ટીમો બનાવવામાં આવી છે.

આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. સપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા હેમરાજ વર્માએ પોલીસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.
આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. સપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા હેમરાજ વર્માએ પોલીસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.

પૂર્વ મંત્રીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી
સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી રહેલા હેમરાજ વર્માએ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. વિદ્યાર્થિનીના પિતા સાથે મુલાકાત કરતાં તેમણે તમામ મદદ કરવાનો ભરોસોં વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે સમયસર જાણ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ વિદ્યાર્થિનીને શોધી શકી ન હતી. પોલીસથી નારાજ પરિવારજનોએ જ્યારે વિદ્યાર્થિનીની તપાસ કરી અને તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે પણ પોલીસે પરિવારજનોની સંમતિ વિના જ વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. હેમરાજ વર્માએ વધુમાં જણાવ્યુ હતું કે પોલીસ તંત્ર પણ પોતાની મનમરજી કરી રહ્યું છે.

ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત તહેનાત
આ તરફ વિદ્યાર્થિનીની પર ગેંગરેપ અને બાદમાં તેની હત્યાની ઘટનાથી ગામમાં પણ ભયનું વાતાવરણ છે અને ગ્રામજનોમાં પણ ખૂબ જ રોષ છે. તણાવને ધ્યાનમાં લેતા પોલીસે પણ સમગ્ર ગામને છાવણીમાં ફેરવી દીધું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. એસપી દિનેશ કુમાર પી એ જણાવ્યુ હતું કે વિદ્યાર્થિનીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ત્રણ ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.