તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Body Of A MiG 29K Pilot That Crashed In The Arabian Sea Was Found 12 Days Later; Had An Accident During Training

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MiG-29K:અરબ સાગરમાં ક્રેશ થયેલા MiG-29Kના પાયલટનો મૃતદેહ 11 દિવસ બાદ મળ્યો; તાલીમ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ

ગોવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈન્ડિયન નેવીનું મિગ-29K એરક્રાફ્ટ ગત 26 નવેમ્બરના રોજ ક્રેશ થયુ હતું (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ઈન્ડિયન નેવીનું મિગ-29K એરક્રાફ્ટ ગત 26 નવેમ્બરના રોજ ક્રેશ થયુ હતું (ફાઈલ ફોટો)

ભારતીય નૌકાદળનું દુર્ઘટનાગ્રસ્ત થયેલું ટ્રેઈની એરક્રાફ્ટ MiG-29Kના પાયલટનો મૃતદેહ આજે અરબ સાગરમાંથી મળી આવ્યો છે. ભારતીય નૌકાદળના જવાનો છેલ્લા 11 દિવસથી તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા. 26 નવેમ્બરના રોજ આ એરક્રાફ્ટ ક્રેશ થયુ હતું. આ ઘટનામાં એક પાયલટ સુરક્ષિત રીતે નિકળી ગયો હતો, જ્યારે અન્ય એક પાયલટ ગુમ થયો હતો.

નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે જે પાયલટનો મૃતદેહ મળ્યો છે તેમનું નામ કમાંડર નિશાંત સિંહ છે. મૃતદેહ ગોવા કોસ્ટથી આશરે 50 કિલોમીટર દૂર અરબ સમુદ્રમાં 70 મીટરની ઉંડાઈથી મળ્યો હતો.

પ્રેક્ટિસ ફ્લાઈંગમાં એરક્રાફ્ટ ક્રેશ થયુ હતુ
26 નવેમ્બરની સાંજે 5 વાગે એરક્રાફ્ટ અરબ સાગરમાં તૂટી પડ્યુ હતું. આ અંગે અધિકારીઓને બીજા દિવસે સવારે જાણકારી મળી હતી. ત્યારબાદ તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું અને એક પાયલટને સુરક્ષિત રીતે શોધી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક જવાનની તપાસ ચાલી રહી હતી.

આ વર્ષે ત્રીજુ MiG-29K ક્રેશ થયુ છે. ફેબ્રુઆરી મહિનામાં ગોવામાં રુટીન સોર્ટી (પ્રેક્ટિસ ઉડ્ડાન) સમયે નેવીનું MiG ક્રેશ થયુ હતું. ત્યારે પાયલટ સુરક્ષિત રીતે બહાર નિકળી આવ્યો હતો. MiG-29 એરક્રાફ્ટ કેરિયર વિક્રમાદિત્યથી સંચાલિત થાય છે. તાજેતરમાં જ માલાબારમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં MiG વિમાનોએ ભાગ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો