તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Board, Which Runs 41 Ordnance Factories In The Country, Will Be Transformed Into A Corporator Company, Improving Production And Quality

સંરક્ષણક્ષેત્રે કેબિનેટનો મોટો નિર્ણય:દેશની 41 ઓર્ડનન્સ ફેક્ટરીઓ ચલાવતા બોર્ડને કોર્પોરેટર કંપનીઓમાં ફેરવાશે, ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો થશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • 7 કોર્પોરેટ સંસ્થાઓ દારૂગોળો, વાહનો, શસ્ત્રો, લશ્કરની જરૂરિયાતની વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ કરશે
  • સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું- દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક યોજી હતી. આમાં સંરક્ષણ સંબંધિત એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ને વિવિધ કોર્પોરેટ કંપનીઓમાં વિભાજિત કરવાની મંજૂરી આપી દીધી છે. હાલમાં આ બોર્ડ દેશમાં 41 ઓર્ડનન્સ ફેક્ટરીઓ ચલાવે છે અને સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલું છે.

બેઠક સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં લશ્કરી સાધનો અને શસ્ત્રો બનાવતા સૌથી મોટા બોર્ડની ક્ષમતા વધારવા સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી આ પગલું ભરવા બાબતે વિચાર કરી રહી હતી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ પગલાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

કેબિનેટના આ નિર્ણયની અસર

  • અધિકારીના જણાવ્યા અનુસાર, OFBને સરકાર દ્વારા સંચાલિત 7 વિવિધ કોર્પોરેટ કંપનીઓમાં વહેંચવામાં આવશે. આ અંતર્ગત હવે 41 ઓર્ડનન્સ ફેક્ટરીઓ ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે, આ નિર્ણયથી એકપણ કર્મચારીને અસર થશે નહીં.
  • આ નિર્ણય સાથે OFBનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે અને 7 કોર્પોરેટ સંસ્થાઓ દારૂગોળો, વાહનો, શસ્ત્રો, સાધનો, ઇલેક્ટ્રોનિક્સ ગિયર, લશ્કરની જરૂરિયાતની વસ્તુઓ અને પેરાશૂટ વગેરેનું મેન્યુફેક્ચરિંગ કરશે.
  • હાલમાં ઓર્ડનન્સ ફેક્ટરી ટેન્ક, આર્મ્ડ વાહનો, લેન્ડમાઈન સંરક્ષણ વાહનો, બોમ્બ, રોકેટ, આર્ટિલરી ગન, એન્ટી-એરક્રાફ્ટ ગન, પેરાશૂટ, નાનાં શસ્ત્રો ઉપરાંત સેનાના ંકપડાં અને લેધરનો સામાન બનાવે છે. નવા નિર્ણયથી ઓર્ડનન્સ ફેક્ટરીઓ વધુ ઉત્પાદન અને નફાકારક કંપનીઓમાં પરિવર્તિત થશે.
  • એક અધિકારીએ કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મોટું પગલું છે. આમ કરવા માટે સંરક્ષણ ઉત્પાદનની ગુણવત્તા અને પ્રભાવમાં વધારો થશે. એનું કોઈપણ ઉત્પાદન વિશેષ રીતે જ બનાવવામાં આવશે. એ ફાયદાકારક હશે અને સાથે જ એની જવાબદારીની ખાતરી પણ થશે.
રાજનાથ સિંહે આ પગલાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
રાજનાથ સિંહે આ પગલાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ નિર્ણય માટેનું કારણ
નિષ્ણાતોના મતે, આ વર્ષના અંત સુધીમાં ઓએફબીનું નવું સેટઅપ તૈયાર થઈ જશે. જૂના સ્ટ્રક્ચરમાં જે ખામીઓ હતી એ નવા સેટઅપમાં દૂર કરવામાં આવશે, જેમ કે બિનઅસરકારક બની રહી સપ્લાઇ ચેનને લાભ થશે. આ સાથે નવી 7 કંપનીને પ્રોત્સાહન આપીને તેમને પણ વધુ સ્પર્ધાત્મક બનાવવામાં આવશે. છેલ્લા બે દાયકાથી, ઘણી ઉચ્ચ કક્ષાની સમિતિઓએ પણ એ વાત પર ભાર મૂક્યો હતો. સિસ્ટમમાં સુધારો થવો જોઈએ. આ સાથે એ હેઠળ કામ કરતી ફેક્ટરીઓ પણ આત્મનિર્ભર હોવી જોઈએ.