શૉકિંગ CCTV:ઉંદરને પકડવા કાળોતરા નાગે છલાંગ મારી, જીવ બચાવવા દુકાનદારે ઠેકડો માર્યો

2 વર્ષ પહેલા

મધ્ય પ્રદેશના રાયસેનનો એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ એક પાનના ગલ્લાના છે. મોબાઈલમાં મશગુલ ગલ્લા માલિક અંદર આવે છે અને કાઉન્ટર પર બેસવા જાય છે. આ સમયે છત તરફ ધ્યાન જતાં તે ડઘાઈ જાય છે અને જીવ બચાવવા દોટ મૂકે છે. હકીકતમાં દુકાનમાં એક સાપ ઉંદરને પકડવા તેની પાછળ દોડતો હોય છે. આ દૃશ્ય જોઈને યુવકના શ્વાસ થંભી જાય છે. CCTV ફૂટેજમાં એ પણ જોઈ શકાય છે કે, ઉંદર અને સાપ વચ્ચે કેવી ભાગાભાગી થાય છે. ઉંદર નીચે કૂદકો મારતાં જ સાપ તેને પકડવા માટે છલાંગ મારે છે.