તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૈદરાબાદ પાલિકા:0.25 ટકા વોટથી પાછળ રહેલા ભાજપની હવે મેયરપદ પર નજર

હૈદરાબાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તેલંગાણામાં નવું રાજકારણ
 • હાલમાં થયેલી ચૂંટણીમાં ભાજપને 35.56 અને ટીઆરએસને 35.81 ટકા વોટ મળ્યા હતા

હૈદરાબાદમાં નગરનિગમની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી સંઘર્ષ ખતમ થયો નથી. મીડિયા રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં પૂરી તાકાત નાખનાર ભાજપ હવે એટલી જ તાકાત મેયરની ખુરશી મેળવવા માટે લગાવવા માંગે છે. હૈદરાબાદ દેશની મોટી પાલિકામાંનું એક છે. તેનું બજેટ 5.5 હજાર કરોડ રૂપિયા છે.

બીજું હાલમાં થયેલી ચૂંટણીમાં ભાજપને ગયા વખત કરતાં 12 ઘણી વધારે સીટ મળી છે. પહેલા ભાજપ અહીં માત્ર 4 વોર્ડમાં હતું. આ વખતે 48 વોર્ડમાં તેને વિજય મળ્યો છે. ત્રીજું ભાજપ પોતાના માટે દક્ષિણનો રસ્તો તેલંગણાથી નીકળતો હોઈ તેમ માને છે આથી પણ તેણે લોકસભા ચૂંટણીના અંદાજમાં હૈદરાબાદ પાલિકાની ચૂંટણી લડી હતી તેની વ્યૂહરચના મોટાભાગે સફળ સાબિત થઈ છે. તે હવે ટીઆરએસ પછી હવે બીજી મોટી પાર્ટી છે. આથી ભાજપની નજર હૈદરાબાદના મેયરપદ પર છે.

ટૂંક સમયમાં ચૂંટણી થશે પરંતુ તેની જાહેરાત થઈ નથી. પરંતુ રાજ્ય સરકારમાં સત્તાધારી ટીઆરએસ, ભાજપ અને ઔવેસીએ તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં ટીઆરએસના રામમોહન હૈદરાબાદના મેયર છે. પરંતુ તેઓ આ પદ પર રહેશે કે કેમ તે હજી નક્કી નથી. 150 બેઠકના ગૃહમાં ટીઆરએસને 55 બેઠક મળી છે. આથી તેણે તડજોડ કરવી પડશે અથવા કોઈની મદદ લેવી પડશે. આ વાત ભાજપને પણ લાગુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો