• Gujarati News
  • National
  • The BJP Leader Had Placed Rs. A Reward Of Rs 50 Lakh, The Bengal Police In Plain Clothes Rushed To Arrest Him And Took Him Hostage

UPમાં બંગાળ પોલીસ સાથે મારપીટ:BJP નેતાએ મમતા બેનર્જીના માથાં પર રાખ્યું હતું રૂ. 50 લાખનું ઈનામ, બંગાળ પોલીસ સાદા ડ્રેસમાં તેને પકડવા પહોંચી તો તેમને બંધક બનાવી હુમલો કર્યો

લખનઉએક મહિનો પહેલા
  • તણાવને જોતા ઘટનાસ્થળ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા

અલીગઢના ભાજપના નેતા યોગેશ વાર્ષ્ણેયેની ધરપકડ કરવા માટે પહોંચેલી પશ્ચિમ બંગાળ પોલીસની ટીમને લોકોએ બંધક બનાવીને તેની સાથે મારપીટ કરી હતી. 2017માં ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ મંડલ અધ્યક્ષ યોગેશ વાર્ષ્ણેયે મમતા બેનર્જીના માથાં પર રૂ. 50 લાખનું ઈનામ રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ મમતાનું માથું કાપીને લાવશે તેને આ રકમ મળશે.

યોગેશના વિવાદાસ્પદ નિવેદન પર બંગાળમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં યોગેશની ધરપકડ કરવા માટે બંગાળ પોલીસ શુક્રવારે રાત્રે તેના અલીગઢ ખાતેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન યોગેશના સમર્થકોએ પોલીસ ટીમને બંધક બનાવી લીધી હતી અને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સ્થળ પર ભારે હંગામો થયો હતો.

આ સમાચાર મળતા જ સાંસદ સતીશ ગૌતમ, ધારાસભ્ય સંજીવ રાજા, ધારાસભ્ય અનિલ પરાશર અને સ્થાનિક ગાંધી પાર્ક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બધાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. આ પછી ભાજપના સમર્થકોએ પણ હંગામો કર્યો. તણાવને જોતા સ્થળ પર ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

વધુ હોબાળો થતાં સાંસદ સતિશ ગૌતમ (પીળી ટીશર્ટમાં) ઘટના સ્થળે પહોંચ્યા હતા.
વધુ હોબાળો થતાં સાંસદ સતિશ ગૌતમ (પીળી ટીશર્ટમાં) ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બંગાળ પોલીસ સિવિલ ડ્રેસમાં પહોંચી હતી
ભાજપના નેતાને પકડવા માટે બંગાળ પોલીસના બે કર્મચારી સુવાસીબ દત્ત અને આલમગીર ઇસ્લામ સિવિલ ડ્રેસમાં તેમના ઘરે પહોંચ્યા હતા. ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ પણ તેમની સાથે હાજર હતા. ભાજપ નેતાને પકડવા માટે લગભગ 6 મહિના પહેલા પણ બંગાળ પોલીસની ટીમ શહેરમાં આવી હતી. ત્યારબાદ ભાજપના નેતાને તેની જાણ થઈ અને તે ઘર છોડીને ભાગી ગયા હતા.

ભાજપના કાર્યકરો ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને આ મામલે કેસ નોંધવાની માંગ કરી. પોલીસે તેમની પાસેથી ફરિયાદ અરજી લીધી છે.
ભાજપના કાર્યકરો ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને આ મામલે કેસ નોંધવાની માંગ કરી. પોલીસે તેમની પાસેથી ફરિયાદ અરજી લીધી છે.

ભાજપના નેતાની માતાએ પણ ફરિયાદ કરી
બીજી તરફ ભાજપના નેતા યોગેશની માતા પૂનમે પણ ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેણે આરોપ લગાવ્યો કે શુક્રવારે સાંજે બે વ્યક્તિ તેના ઘરે આવ્યા અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તે પછી તેમના સ્થાનિક કાઉન્સિલર અલકા ગુપ્તા ત્યાં આવ્યા ત્યારે બંનેએ તેમની સાથે પણ દુર્વ્યવહાર કર્યો. બંને યુવકોએ 15 હજાર રૂપિયા અને સોનાની ચેઇન છીનવી લીધી હતી. જે બાદ વિસ્તારના લોકો ભેગા થઇ ગયા હતા અને તેઓએ બંને આરોપીઓને પકડી લીધા હતા.

ઘટના બાદ આસપાસ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ઘટના બાદ આસપાસ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

COએ કહ્યું- બંગાળની ટીમને સલામત રીતે પોલીસ સ્ટેશન લાવો
CO દ્રીતીય મોહસીન ખાને જણાવ્યું કે બંગાળ પોલીસ એક કેસમાં અલીગઢ આવી હતી અને સાદા કપડાંમાં ભાજપ નેતાના ઘરે પહોંચી હતી. અહીં તેની સ્થાનિક લોકો સાથે થોડો અણબનાવ થયો હતો. માહિતી મળતા જ પ્રાદેશિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંગાળ પોલીસની ટીમને સલામત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...