તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The BJP Embarrassing The Middle Class, Will Get Rid Of Those Who Voted, Special Story In Interest Cut

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારી ડબલ, વ્યાજ અડધું:મધ્યમવર્ગને મૂંઝવતો ભાજપ, જેમણે વોટ આપ્યા તેમનું જ ધનોતપનોત કાઢશે?

11 દિવસ પહેલાલેખક: મનીષ મહેતા, એડિટર, દિવ્યભાસ્કર ડિજિટલ
  • કૉપી લિંક

પહેલી એપ્રિલની આગલી રાત્રે નાણાંમંત્રીની એક જાહેરાતથી ભારતભરના લોકોના શ્વાસ ઊંચા થઇ ગયા હતા. તમામ પ્રકારની બચતના વ્યાજમાં ઘટાડાની જાહેરાત થઇ તેની ગણતરીની મિનિટોમાં મોદી સરકારના આ પગલાંના ન્યૂઝ વાઇરલ થઇ ગયા અને મોદી સરકાર પર જાણે પસ્તાળ પડી. જોકે સવાર પડી ત્યારે આ નિર્ણય પાછો ખેંચાઇ ગયો એટલી સદબુદ્ધિ કોઇએ આપી.

નાની બચતના વ્યાજના દર ઘટાડ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ધ્યાન બહાર ગયું. ખરેખર? તમામ પ્રકારની બચત પર કાતર ફેરવવાનો આટલો મોટો મનસૂબો હતો અને ધ્યાન બહાર કઈ રીતે ગયું? એનો અર્થ એ થયો કે નાણામંત્રીનું કંઈ ચાલતું નથી અથવા તો આપણને મૂર્ખ સમજે છે. મધ્યમવર્ગ (ઓવરસાઇટ)ને ધ્યાન બહાર કરી દીધો કે અધિકારીઓએ પૂછ્યા વિના ઓર્ડર કરી નાખ્યો? એવી પણ જાણકારી મળી છે કે વ્યાજના દર ઘટાડતાં પહેલાં ચૂંટણીપંચની પણ મંજૂરી લેવામાં આવી હતી.

જનતાએ જ સરકાર બનાવી હવે જનતાનો જ મરો
ભારતમાં મધ્યમવર્ગની વસતિ અંદાજે 35 કરોડ જેટલી છે, જે ભાજપની કોર વોટબેન્ક પણ છે. નોકરિયાત-નાના વેપારીઓના આ મોટા સમૂહના ખભા પર બેસીને ભાજપે સત્તા મેળવી છે. ભાજપના હિન્દુત્વના મુદ્દાને સૌથી મોટો ટેકો પણ આ જ વર્ગનો છે. મધ્યમવર્ગ માટે ‘જે પોસતું તે મારતું’ એવો ઘાટ થયો છે. જે મધ્યમવર્ગે ખોબલે ખોબલે મત આપીને મોદીને દિલ્હીની ગાદી પર બેસાડ્યા એ મધ્યમવર્ગનો હવે મરો થયો છે.

પેટ્રોલ-રાંધણ ગેસના વધેલા ભાવ મધ્યમવર્ગને છાતીએ વાગ્યા
નોકરી-ધંધા ચાલુ રાખવા ઘરેથી ઓફિસ કે દુકાને જવા માટે ટૂ-વ્હીલર લઈને નીકળતા મધ્યમવર્ગને રોજ 90 રૂપિયાનું લિટર પેટ્રોલ છાતીએ વાગે છે. ઘરે ચાલતા રાંધણગેસનો બાટલો હવે તેને ઓક્સિજનના બાટલા જેટલો અમૂલ્ય લાગવા માંડ્યો છે. મોંઘવારીમાં પિસાતો મધ્યમવર્ગ પોતાની પતલી થતી જતી આર્થિક સ્થિતિ વિશે કોઈને કહી શકતો નથી અને સ્વમાનના ભોગે હાથ લાંબો કરી શકતો નથી.

કાર્ટુન કર્ટસી- સતીશ આચાર્યના ફેસબુક પેજથી
કાર્ટુન કર્ટસી- સતીશ આચાર્યના ફેસબુક પેજથી

માત્ર વ્યાજ પર જીવતા લોકોની હાલત કફોડી થાત
જો સરકારે નાની બચતના વ્યાજદરનો ઘટાડો ચાલુ રાખ્યો હોત તો જનતાની હાલત ઘણી કફોડી થાં. આ વ્યાજદર લાગુ કર્યા હોત તો 1974 પછીના આ સૌથી નીચા વ્યાજદર હોત. મધ્યમવર્ગ અને ખાસ કરીને સિનિયર સિટિઝન માટે વ્યાજની આવક જ તેમનું ગુજરાન ચલાવે છે. આ વાત વડાપ્રધાન બરાબર જાણે છે અને અનેક વખત અગાઉ બોલી પણ ચૂક્યા છે.

માત્ર વ્યાજ પર જીવતા લોકોની વ્યાજની આવક છેલ્લાં 6 વર્ષમાં 30 ટકા ઓછી થઈ ગઈ છે. માની લો કે કોઈની વ્યાજની મહિને આવક 30 હજાર હોય તો એ ઘટીને 21 હજાર થઈ ગઈ છે. 2014માં એસબીઆઇની પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ મળતું હતું, જે ઓગસ્ટ 2020માં 6.6 ટકા થઈ ગયું હતું.

ઘણા લોકો વ્યાજના દરની સરખામણી પશ્ચિમના દેશો સાથે કરે છે. સારી ઇકોનોમી ધરાવતા મોટા ભાગના પશ્ચિમના દેશોમાં દરેક સિનિયર સિટિઝનને એક ચોક્કસ રકમનું પેન્શન મળે છે. આપણે ત્યાં આવી કોઈ સોશિયલ સિક્યોરિટી નથી. વળી, અમુક દેશોમાં તો આરોગ્ય અને શિક્ષણ પણ મફત છે. આપણે આવી કોઈ વ્યવસ્થા નથી.

સતત ભાવ વધારામાં મધ્યમવર્ગ કચડાયું
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પહેલાં ભાજપે પોતાના ચૂંટણીઢંઢેરામાં કહ્યું હતું કે અમે સિનિયર સિટિઝનનાં આરોગ્ય અને આર્થિક સલામતી માટે પ્રતિબદ્ધ છીએ. તેમના માટે આવકના અન્ય વિકલ્પ અને વ્યાજના દરોમાં તથા કરમાં રાહત આપવાના અમુક આઇડિયાનો અમલ કરીશું. લાગે છે કે ભાજપ આ બધું ભૂલી ગયો છે.

એક પછી એક રાજ્યોમાં ચૂંટણી જીતીને પછી ભાજપને લાગે છે કે હવે અમને હરાવનાર કોઈ વિપક્ષ નથી. પ્રજા અમારી પડખે છે, પણ આ પ્રજા છે. લોકોની રોજી અને ખિસ્સાં પર તરાપ મારવાનું ભાજપ બંધ નહિ કરે અને બેકાર યુવાનો માટે રોજગારીનું સર્જન નહિ કરે તો મધ્યમવર્ગ હવે ભાજપની આકરી કસોટી કરી લેશે. કમળને ખીલવવામાં મધ્યમવર્ગનો મોટો ફાળો છે. આ કમળનું ફૂલ જ અત્યારે મધ્યમવર્ગને મસળી રહ્યું છે.

કાર્ટુન કર્ટસી- સતીશ આચાર્ય- ધી પ્રિન્ટ
કાર્ટુન કર્ટસી- સતીશ આચાર્ય- ધી પ્રિન્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો