• Gujarati News
  • National
  • The Bike For The Mobile Pushed The Girl For 150 Meters In The Morning, Hitting Her On The Road And Ran Away

દિલ્હીના શોકિંગ CCTV ફૂટેજ:મોબાઈલ માટે બાઈક સવારે 150 મીટર સુધી યુવતીને ઢસડી, રોડ પર પછાડી ભાગ્યા

એક મહિનો પહેલા

દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારનો સ્નેચિંગનો કેસ સામે આવ્યો છે. જે બાદ ફરી એકવખત દિલ્હી પોલિસની કામગીરી સામે સવાલ ઉભા થઈ ગયા છે.

દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં બેફામ બનેલા બદમાશો એક યુવતીનું મોબાઈલ ખેંચી ફરાર થવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં લુંટારુઓએ યુવતીને બાઈકથી 150 મીટર સુધી ઢસડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે.

વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક સવાર લુંટારુઓ એક યુવતીનું મોબાઈલ છીનવી ફરાર થતા દેખાઈ રહ્યા છે. ત્યાં જ પીડિતા પણ તેમની બાઈક સાથે ઢસડતી દેખાય છે. આ દરમિયાન યુવતી લગભગ 150 મીટર બાઈક સાથે ઢસડાઈ રસ્તા વચ્ચે પડી જાય છે. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર લોકો યુવતીની મદદ કરી તેને નજીકની દુકાનમાં લઈ જાય છે. માહિતી પ્રમાણે, પીડિતા દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારના ફોર્ટીસ હોસ્પિટલમાં કામ કરે છે. જ્યારે આ ઘટના બની ત્યારે યુવતી હોસ્પિટલથી ઘરે જઈ રહી હતી. પોલિસને આ ઘટનાની જાણ થતા સીસીટીવી ફૂટેજના આધારે ટીમો બનાવી આરોપીઓની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...