તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Bike Collided With The Steps Of The Shop While Trying To Rescue The Scooter, The Youth Jumped Into The Air And Was Thrown 30 Feet.

મેંગલુરુ:સ્કૂટરને બચાવવા જતાં બાઈક દુકાનના પગથિયામાં અથડાઈ, યુવક હવામાં ઉલળીને 30 ફૂટ ફેંકાઈ ગયો

3 મહિનો પહેલા

કર્ણાટકના મેંગલુરુમાં એક અકસ્માતમાં બાઇકચાલકનું મોત થયું હતું. ફુલ સ્પીડમાં રોડ પર બાઇકચાલક આવતો હતો. ત્યારે એક સ્કૂટરચાલક બાઇકચાલકની સામે આવી ગયો હતો. આ દરમિયાન બાઇકચાલકે સ્કૂટરચાલકને બચાવવાનો પ્રયત્ન કરતાં તે દુકાનના પગથિયાં સાથે અથડાયો હતો અને હવામાં 30 ફૂટ ફંગોળાયો હતો. બાઇકચાલકની પાછળ આવતો બીજો યુવક પણ રોડ પર પડી ગયો હતો. આ અકસ્માતમાં 30 વર્ષીય યુવક પ્રશાંતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...