તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Big Decision Of The Actor Will Not Come In Politics Now, Even The Dissolution Of Party Rajni Makkalam

રજનિકાંતનો યુ-ટર્ન:અભિનેતાનો મોટો નિર્ણય- હવે રાજનીતિમાં નહીં આવે, પાર્ટી રજની મક્કલમનું પણ વિસર્જન

તામિલનાડુ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • કેટલાય સમયથી રાજનીતિથી દૂર હતા
  • આ નિવેદન પછી તામિલનાડુમાં રાજનૈતિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે

દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા રજનિકાંતે રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણય પછી તેમણે રાજનીતિમાં તેમના નામે ચાલતી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો છે. તેમણે આ જાહેરાત સાર્વજનિક રીતે સોમવારે કરી છે. તેમણે પોતાની પાર્ટી રજની મક્કલમ મંદ્રમનું પણ વિસર્જન કર્યું હતું. તેમણે આ જાહેર કરતી વખતે કહ્યું,' ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઇ જ યોજના નથી. 'હું રાજકારણમાં આવવાનો નથી.' રજનિકાંતે 'રજની મક્કલ મંદ્રમ' પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો છે. તેમણે તેના ચાહકો સાથે બેઠક પણ યોજી છે.

કેટલાય સમયથી રાજનીતિથી દૂર હતા
ગયા વર્ષના અંતિમ ભાગમાં સ્વાસ્થ્યના કારણોસર રજનિકાંત રાજનીતિથી દૂર રહ્યા હતા. તમને જણાવી દઇએ કે તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું છે. અભિનેતાએ અગાઉ પણ નિવેદન આપેલું કે તેઓ રાજનીતિમાં નહીં આવે અને એ પણ કહેલું કે તેઓ કોઇ રાજનૈતિક પાર્ટી શરૂ કરવાના નથી. એ સમયે તેમણે એક પત્ર લખીને કહ્યું હતું કે 'મેં રાજનીતિમાં ન આવવાનો નિર્ણય લીધો છે, કારણ કે કોવિડ-19ના સમયમાં ચૂંટણી દરમિયાન લોકોને મળવાનું શક્ય નથી.' રજનિકાંતે ઉમેર્યું હતું કે કેટલાક લોકો મારી એન્ટ્રી ન લેવાના નિર્ણય પર મારી આલોચના કરી શકે છે. હું કોઇપણ જાતનું જોખમ લેવા ઇચ્છતો નથી. મને ખબર છે કે આ નિર્ણય લેતી વખતે મને કેટલું દુ:ખ થયું છે.'

તામિલનાડુમાં રાજનૈતિક હિલચાલ શરૂ
રજનિકાંતે પાછલાં વર્ષોમાં કેટલીય વાર રાજનીતિ છોડવાની વાત કરી હતી, પરંતુ તેઓ સ્પષ્ટપણે કયારેય નિવેદન આપતા નહોતા, હંમેશા તેઓ કહેતા કે આ વિષય પર ફરી ચર્ચા કરીશું. સોમવારે તેમણે સ્પષ્ટપણે નિવેદન કર્યું હતું કે તેઓ પોતાની પાર્ટી રજની મક્કલ મંદ્રમનું વિસર્જન કરી રાજનીતિમાંથી વિદાય લે છે. તેમના આ નિવેદન પછી તામિલનાડુમાં રાજનૈતિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...