માતા-પિતાએ 8 લાખમાં કરાવી દારૂડિયા દીકરાની હત્યા:સોપારી લેનારા તેને મંદિર લઈ ગયા, દારૂ પીવડાવ્યો અને ગળે ફાંસો આપી મારી દીધો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદમાં દારૂડિયા દીકરાનો ત્રાસ સહન કરીને ત્રાહિમામ થઈ ગયેલાં માતા-પિતાએ તેની હત્યા માટે 8 લાખની સોપારી આપી હતી. મૃતક સાઈરામના પિતા ક્ષત્રિય રામસિંહ એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. પોલીસે તેમની અને તેમનાં પત્નીની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ મામલે સોપારી લેનાર ચાર અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મૃતક સાંઈરામની ઉંમર 26 વર્ષ હતી અને તે તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો છે. તેણે ભણવાનું છોડી દીધું હતું અને દારૂ માટે પૈસા ના આપે તો માતા-પિતાને મારતો હતો. કંટાળીને માતા-પિતાએ તેના મર્ડર માટે સોપારી આપી હતી. આરોપીઓ મૃતકને મંદિર લઈ ગયા હતા અને ત્યાં ખૂબ દારૂ પીવડાવ્યો હતો અને ત્યારપછી દોરડાથી ગળું દબાવીને તેની હત્યાને કરી હતી.

મૃતક સાંઈરામનો ફોટો, તે બેરોજગાર હતો અને દારૂના પૈસા ન આપવા પર તેનાં માતા-પિતાને મારતો હતો.
મૃતક સાંઈરામનો ફોટો, તે બેરોજગાર હતો અને દારૂના પૈસા ન આપવા પર તેનાં માતા-પિતાને મારતો હતો.

CCTVમાં ગાડી દેખાતા આરોપીઓ પકડાયા
સાંઈરામનો મૃતદેહ 18 ઓક્ટોબરે સૂર્યપેટના મુસીમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે સાંઈરામ છેલ્લી વાર પરિવારની કારમાં ક્યાંક ગયો હતો. મૃતદેહ મળ્યા બાદ સાંઈરામનાં માતા-પિતા એ જ કારમાં મોરચુરી ગયાં હતાં. ત્યાં તેણે પુત્રના મૃતદેહની ઓળખ કરી હતી.

માતા-પિતાએ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી ન હોવાથી પોલીસની શંકા પણ વધુ ઘેરી બની હતી. પોલીસે પૂછપરછ કરતાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ પછી સોપારી લેનારા ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

હત્યા કર્યા પહેલાં મંદિર લઈ ગયા
પોલીસે જણાવ્યું કે, 18 ઓક્ટોબરે આરોપી સત્યનારાયણ અને રવિ પરિવારની ગાડીમાં સાંઈરામને એક મંદિરમાં લઈ ગયા. ત્યાં બીજા આરોપી તેમને મળ્યા. બધાએ સાથે મળી દારૂ પીધો અને નશામાં આવી ગયા પછી સાંઈરામનું દોરડા વડે ગળું દબાવી દેવામાં આવ્યું. ત્યાર પછી આરોપીઓએ સૂર્યાપેટની મુસી નદીમાં તેનો મૃતદેહ ફેંકી દીધો.

સાંઈરામની હત્યાકેસમાં પોલીસે તેનાં માતા-પિતા અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે.
સાંઈરામની હત્યાકેસમાં પોલીસે તેનાં માતા-પિતા અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે.

હત્યા માટે મૃતકના મામાને સોપારી આપી
હુઝુરાબાદ સર્કલ ઇન્સ્પેક્ટર રામલિંગા રેડ્ડીના જણાવ્યા અનુસાર, દંપતીએ તેમના મામા સત્યનારાયણને તેમના પુત્રને મારવા માટે સોપારી આપી હતી. તેમણે યોજનામાં મિર્યાલાગુડા મંડળના આર રવિ, ડી ધર્મ, પી અગરાજુ, ડી સાઈ અને બી રામબાબુનો પણ સમાવેશ કર્યો હતો. હત્યા માટે દોઢ લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા. બાકીના સાડા છ લાખ રૂપિયા હત્યાના ત્રણ દિવસ બાદ આપવાનું નક્કી થયું હતું.

મૃતકના પિતા પ્રિન્સિપાલ, બહેન અમેરિકામાં
ક્ષત્રિય રામસિંહ મરીપેડા બાંગ્લા ગામની એક સરકારી શાળાના આચાર્ય છે, જેના પર પુત્રની હત્યાની સોપારીનો આરોપ છે. તેમની પત્ની ગૃહિણી છે. આ દંપતીને એક પુત્રી છે જે અમેરિકામાં સ્થાયી છે. પરિવારે મૃતક સાંઈરામને વ્યસન મુક્તિ માટે હૈદરાબાદના પુનર્વસન કેન્દ્રમાં પણ મોકલ્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. તેનાથી હતાશ થઈને માતા-પિતાએ તેને મારી નાખવાની સોપારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...