• Gujarati News
  • National
  • The Basis On Which The Decision Was Challenged In NEET PG Is Applicable Before 2019: Center

સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત:NEET-PGમાં જેના આધારે નિર્ણય પડકારાયો, તે 2019 પહેલાંથી લાગુ: કેન્દ્ર

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કહ્યું- કોઇ નિયમ નથી બદલાયો

સુપ્રીમકોર્ટે નીટ-પીજી એડમિશન માટે ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોમાં આર્થિક પછાત વર્ગ (EWS)ને 10 ટકા અને ઓબીસીને 27 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સંબંધી અરજીઓ મામલે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે તમામ પક્ષકારોને લેખિત દલીલો રજૂ કરવા કહ્યું છે.

બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે અમે બે દિવસથી આ મામલે સુનાવણી કરી રહ્યા છીએ. અમને લાગે છે કે દેશહિતમાં કાઉન્સેલિંગ શરૂ કરવું જોઇએ. કોર્ટે એ નક્કી કરવાનું છે કે EWS અનામત માટે વાર્ષિક 8 લાખ રૂપિયાની આવકમર્યાદા રહેશે કે નહીં? કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઇ નિયમ અધવચ્ચે નથી બદલાયો.

‘ફોર્ડા’એ પણ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં
રેસિડેન્ટ ડૉક્ટર્સના સંગઠન ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિયેશને (ફોર્ડા) પણ કાઉન્સેલિંગ તત્કાળ શરૂ કરવાની માગ સાથે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. તેણે આ મામલે પડતર અરજીઓમાં પોતાને પક્ષકાર બનાવવાની ભલામણ સાથે કહ્યું કે પ્રવેશપ્રક્રિયાના અંતે ઓબીસી અને ઇડબ્લ્યુએસ અનામતના ધોરણોમાં ફેરફારથી ફાઇનલ સિલેક્શન પ્રોસેસમાં વધુ વિલંબ થશે. દર વર્ષે નીટ-પીજી દ્વારા 45 હજાર ઉમેદવારો પસંદ થાય છે. વર્ષ 2021માં પ્રક્રિયા અટકાવી દેવાઇ. આ વર્ષે એક પણ જુનિયર ડૉક્ટરનું એડમિશન ન થયું હોવાથી સેકન્ડ અને થર્ડ યરના પીજી ડૉક્ટર્સ દર્દીઓને તપાસે છે. તેમણે દર અઠવાડિયે 80 કલાકથી વધુ કામ કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...