તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Bank Guard Did Not Allow The Young Man To Enter Without Wearing A Mask; When He Came Back Wearing A Mask, He Took The Reason For Lunch Time

બરેલીમાં માસ્ક મુદ્દે ગોળી ચાલી:બેન્ક ગાર્ડે યુવકને માસ્ક પહેર્યાં વગર એન્ટ્રી ન આપી; ફરી માસ્ક પહેરીને આવ્યો તો લંચ ટાઈમનું કારણ ધર્યું, ઉગ્ર ચર્ચા થઈ તો ગોળી મારી દીધી

બરેલી3 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના બરેલીમાં સ્ટેશન રોડ પર બેન્ક ઓફ બરોડાના ગાર્ડે એક ગ્રાહકને ગોળી મારી દીધી છે. ગ્રાહકે અગાઉ માસ્ક લગાવ્યું ન હોવાથી ગાર્ડે એન્ટ્રી આપી ન હતી. માસ્ક લગાવી પહોંચ્યો તો ગાર્ડે કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી લંચ બાદ થશે. વિવાદના સંજોગોમાં ગાર્ડે ગોળી મારી દીધી હતી.

ગોળીનો અવાજ આવતા બેન્કમાં હડકંપ મચી ગયો હતો. ગોળી લાગવાથી ઈજા પામેલા રાજેશ ઉત્તર રેલવેના ટેલિકોમ વિભાગમાં કામગીરી કરે છે. ગોળી તેના પગમાં લાગી હતી. અત્યારે તેના પગમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

ઈજાગ્રસ્ત રાજેશની બેન્કમાં કોઈએ મદદ પણ ન કરી
રાજેશની પત્ની પ્રિયંકા રાઠોડે જણાવ્યું હતું કે રાજેશ સવારે ડ્યુટીથી પરત ઘરે આવ્યો તો કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી કરાવવા બેન્ક જવાનું છે. સવારે ઘરેથી નિકળ્યા તો માસ્ક ભૂલી ગયા હતા. બેન્કમાં પ્રવેશ કરતાં ગાર્ડ કેશવ પ્રસાદ મિશ્રાએ તેમને અટકાવ્યા અને માસ્ક લગાવવા કહ્યું. રાજેશ ફરી વખત બેંકથી નીચે ઉતર્યાં અને ગાડીમાંથી માસ્ક લઈ પરત પહોંચ્યાં. પણ ગાર્ડે તેમને ફરી અટકાવ્યા અને કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી હવે લંચ બાદ જ થશે.

રાજેશ વારંવાર કહી રહ્યા હતા કે તેમને ફક્ત પાસબુકમાં એન્ટ્રી કરાવવાની છે, વિશેષ કોઈ કામ નથી. આ મુદ્દે ઉગ્ર ચર્ચા થવા લાગી અને ગાર્ડે ગોળી મારી દીધી. ગોળી રાજેશના પગમાં લાગી હતી.પ્રિયંકાએ કહ્યું કે રાજેશ બેંકમાં ઈજાગ્રસ્ત સ્થિતિમાં પડ્યા રહ્યા, પણ કોઈએ તેમને મદદ ન કરી.કોઈએ પરિવાર કે પોલીસને મદદ ન કરી.

ઈજાગ્રસ્ત રાજેશને હોસ્પિટલલઈ જવામાં આવ્યો
ઈજાગ્રસ્ત રાજેશને હોસ્પિટલલઈ જવામાં આવ્યો

દિકરીએ ફોન કર્યો તો રાજેશે ફોન પર જાણ કરી
રાજેશની દિકરીએ જ્યારે તેના પિતાને ફોન કર્યો તો લોહી લુહાણ રાજેશો દુખી હાલતમાં ફોન ઉપાડ્યો. રાજેશે કહ્યું કે તેને બેન્ક ઓફ બરોડામાં ગાર્ડે ગોળી મારી છે. આ સાંભળતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પત્ની પ્રિયંકા બેંક પહોંચ. જ્યાં રાજેશ ઈજાગ્રસ્ત સ્થિતિમાં હતા. આ અંગે તેમણે પોલીસને જાણ કરી, ત્યારબાદ રેલવેના અન્ય કર્મચારીઓ પણ બેંક પહોંચ્યા.

ગાર્ડે કહ્યું- ગોળી તો છાતી પર મારી દેવાની હતી
કર્મચારીઓનું માનવું છે કે ગાર્ડે ગોળી માર્યા બાદ પણ પોતાની જીદ પર અડગ રહ્યો. તે રાજેશને કહી રહ્યો હતો કે તને પગમાં નહીં પણ છાતી પર ગોળી મારવાની જરૂર હતી. કોતવાલી પોલીસે બેન્ક ઓફ બરોડાના ગાર્ડની ધરપકડ કરી લીધી છે.ઈજાગ્રાસ્ત રાજેશની સારવાર ચાલી રહી છે.