• Home
  • National
  • The ban will continue in 30 cities, including Ahmedabad: domestic flights, metros, buses may resume

31મે સુધી લોકડાઉન / શોપિંગ મોલ અને સ્કૂલ-કોલેજ બે અઠવાડિયા બંધ રહેશે, હવે રાજ્યો રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરી શકશે

X

  • NDMAની ભલામણ પહેલા જ તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે 31મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો
  • લોકડાઉનના ત્રીજા ફેઝમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે અલગ અલગ છૂટ આપવામા આવી હતી

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 02:38 AM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે. હવે કોરોના કેસ પ્રમાણે કયો વિસ્તાર રેડ, ગ્રીન કે ઓરેન્જ ઝોનમાં છે તે નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્યોને આપી છે. 
નવી ગાઇડલાઇન્સ: 31મે સુધી શું ખુલ્લું રહેશે ?

  • સ્થાનિક વહીવટીતંત્ર કન્ટેનમેન્ટ વિસ્તારો અને મોલ્સને છોડીને બાકીના સ્થળોએ દરેક પ્રકારની દુકાનો અને બજાર ખોલવાની મંજૂરી આપી શકે છે પરંતુ દુકાનો અને બજારો ખુલવાનો અને બંધ કરવાનો સમય નક્કી રહેશે. 
  • દુકાનોમાં એક સમયે 5થી વધુ લોકો નહીં જઇ શકે, 2 ફુટનું અંતર રાખવું પડશે. 
  • જો રાજ્ય સરકારો અરસપરસ સહમતિ બનાવે તો બે રાજ્યો વચ્ચે બસો અને વાહનોની અવરજવર થઇ શકશે. 
  • સરકારો તેમના સ્તરે નિર્ણય લઇને રાજ્યોની અંદર બસ સેવા શરૂ કરી શકે છે. 
  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ ખુલી શકશે પરંતુ દર્શકોને આવવા નહીં મળે. 
  • રેસ્તરાં માત્ર હોમ ડિલીવરી કરી શકશે. અહીં ગ્રાહકો બેસીને ખાઇ નહીં શકે. 
  • માત્ર એ હોટલ ચાલુ રહેશે જ્યાં હેલ્થ, પોલીસ, સરકારી કર્મચારીઓ, હેલ્થ વર્કર્સ અને લોકડાઉનના કારણે ફસાયેલા પર્યટકો રહે છે.
  • બસ ડેપો ચલાવતી કેન્ટીન, રેલવેસ્ટેશન અને એરપોર્ટ્સ પર ચાલતી ખાણીપીણીની દુકાનો ખુલી રહેશે.

31મે સુધી શું બંધ રહેશે ?

  • આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ રહેશે. મેટ્રો પણ અત્યારે શરૂ નહીં થાય. 
  • સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેન્મેન્ટ પાર્ક, થિએટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે. 
  • સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાનો, ટ્રેનિગ-કોચિંગ સંસ્થાનો 31 મે સુધી બંધ. ઓનલાઇન લર્નિંગ ચાલતું રહેશે.
  • હોટલ અને બાર બંધ રહેશે. 
  • દરેક પ્રકારના રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત

ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન રાજ્ય સરકાર નક્કી કરશે

  • રાજ્ય સરકાર હવે ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન નક્કી કરશે. તેમને માત્ર કેન્દ્ર સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના પેરામીટર્સનું ધ્યાન રાખવું પડશે. 
  • રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અંદર જિલ્લા વહીવટીતંત્ર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરશે. 
  • કન્ટેનમેન્ટ  ઝોનમાં પહેલાની જેમ જરૂરી સેવાઓ ચાલુ રહેશે. 
  • આ દરેક ઝોનની અંદર અને બહાર લોકોની અવરજવર ન થાય તેનું કડકાઇથી પાલન કરાવવાનું રહેશે. 
  • કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ઘરે ઘરે જઇને સર્વેલન્સ વધારવું પડશે. 

રાત્રે કર્ફ્યૂ યથાવત રહેશે
સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કોઇ પણ પ્રકારની અવરજવર નહીં કરી શકાય. જરૂરી સેવાઓ પર આ પ્રતિબંધ લાગૂ નથી થતો. સ્થાનિક વહીવટીતંત્ર આ વિષયમાં જરૂરી આદેશ કરી શકે છે. 

બાળકો અને વડીલોને ઘરમાં રહેવું પડશે
65 વર્ષથી મોટી ઉંમરના લોકો, પહેલાથી બીમાર લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવું પડશે. ઇલાજ અથવા તો અત્યંત જરૂરી કામ હોય તો જ બહાર નિકળી શકાશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી