કેન્દ્રીચ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુસાફરોની ભીડની ફરિયાદને પગલે સોમવારે અચાનક દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર પહોંચ્યા હતા. તેમણે ભીડભાડવાળી જગ્યાઓનું નિરિક્ષણ કર્યું હતું. એરપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી અને દિશા-નિર્દેશ આપ્યા હતા. સિંધિયાના કાર્યાલયથી આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
નિરિક્ષણ પછી સિંધિયાએ મીડિયાને કહ્યું - ગયા અઠવાડિયે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર હતા. કોવિડ પ્રતિબંધોને કારણે ઉડ્ડયન ઉદ્યોગને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જેના કારણે એરપોર્ટ પર ઘણી ભીડ જોવા મળી રહી છે.
એન્ટ્રી ગેટની સંખ્યા 14થી વધીને 16 થઈ
તેમણે કહ્યું કે, આજે અમે એન્ટ્રી ગેટની સંખ્યા 14થી વધારીને 16 કરી છે. બેઠકમાં એરપોર્ટના અધિકારીઓ સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે, એન્ટ્રી પહેલા વેઇટિંગ ટાઈમ દર્શાવવા માટે દરેક એન્ટ્રી ગેટ પર એક બોર્ડ લગાવવામાં આવશે. આનાથી લોકોને ગેટ સુધી પહોંચવામાં મદદ મળશે જ્યાં ઓછામાં ઓછો રાહ જોવાનો સમય હશે.
સિંધિયાએ કહ્યું કે આજે સિક્યોરિટી પ્રોસેસને લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં દિલ્હી એરપોર્ટ પર 13 લાઈનો ઉપયોગમાં છે, જે અમે વધારીને 16 કરી છે. અમે તેને 20 લાઈનોની નજીક લઈ જઈને કેટલીક વધુ લાઈનો ઉમેરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
સતત ફરિયાદો મળી
દિલ્હી એરપોર્ટ પર રવિવારે કેટલાક મુસાફરોએ કલાક સુધી રાહ જોવી પડે છે. સુરક્ષા તપાસથી લઈ બોર્ડિંગ ગેટ સુધી ભીડથી મુસાફરો હેરાન છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ટર્મિનલ 3 પર ભીડની તસવીર પણ શેર કરી છે. ટીવી અને ઈન્ટરનેટ પર એક લોકપ્રિય ટ્રાવલ શોના હોસ્ટ રોકી સિંહે પણ ફરિયાદ કરનારાઓમાંનો એક હતા. તેમણે લાંબી લાઈન સાથેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- નરકમાં આપનું સ્વાગત છે.
ભીડ ઓછી કરવા માટે આ યોજનાઓ કામ કરી રહી છે
દિલ્હી એરપોર્ટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ ચેક-ઈન દરમિયાન ભીડભાડ અને લાંબી લાઈનોની ફરિયાદો વચ્ચે એરપોર્ટને ભીડને દૂર કરવા માટે ચાર-પોઈન્ટ પ્લાન સાથે બહાર આવ્યું છે. એક્સ-રે સ્ક્રીનીંગ સિસ્ટમ વધારવામાં આવશે, એક ટ્રે રીટ્રીવલ સિસ્ટમ (ATRS) મશીન અને બે સ્ટાન્ડર્ડ એક્સ-રે મશીન સ્થાપિત કરવામાં આવશે, બે એન્ટ્રી પોઈન્ટ- ગેટ 1 A અને ગેટ 8B મુસાફરોના ઉપયોગ માટે રૂપાંતરિત અને પીક અવર્સમાં ફ્લાઈટ ઘટાડવા માટે એરલાઈન્સની વાત કરવામાં આવશે.
દિલ્હી એરપોર્ટના દરરોજ 1.90 લાખ લોકો મુસાફરો
દેશના સૌથી મોટા એરપોર્ટ IGIAના ત્રણ ટર્મિનલ છે- T1, T2 અને T3. તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ડોમેસ્ટિક સર્વિસ T3 થી સંચાલિત હોય છે. આ એરપોર્ટ પર દરેક દિવસે લગભગ 1.90 લાખ મુસાફરો ટ્રાવેલ કરે છે. તેમજ દરરોજ લગભગ 1,200 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.