તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Average Life Expectancy Of Indians Has Increased By 10 Years In 3 Decades, People Are Living Longer But With The Disease, The Disparity Between The States Remains The Same.

લેન્સેટનો રિપોર્ટ:ભારતીયોનું સરેરાશ આયુષ્ય 3 દાયકામાં 10 વર્ષ જેટલું વધ્યું, લોકો વધુ જીવી રહ્યા છે પણ બીમારી સાથે, રાજ્યો વચ્ચે વિષમતા યથાવત

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • લેન્સેટે 204 દેશોમાં અભ્યાસ દ્વારા 369 બીમારીની સમીક્ષા કરી

ભારતમાં 1990 બાદથી 3 દાયકામાં સરેરાશ આયુષ્યમાં એક દાયકાથી વધારાની વૃદ્ધિ થઈ છે પણ રાજ્યો વચ્ચે મોટા પાયે અસમાનતાઓ પણ છે. આ ખુલાસો થયો છે લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસમાં. આ અભ્યાસમાં દુનિયાના 200થી વધુ દેશોમાં મૃત્યુનાં 286થી વધુ કારણો અને 369 બીમારીઓનું આકલન કરાયું હતું. આ અભ્યાસમાં જણાવાયું કે ભારતમાં સરેરાશ આયુષ્ય 1990માં 59.6 વર્ષની તુલનાએ 2019માં 70.8 વર્ષ સુધી પહોંચી ગયું છે. જોકે રાજ્યોમાં તેમાં ઘણું અંતર છે જ્યાં કેરળમાં સરેરાશ આયુષ્ય 77.3 વર્ષ છે જ્યારે યુપીમાં આ 66.9 વર્ષ નોંધાયું છે.

સંશોધકોમાં સામેલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના શ્રીનિવાસ ગોલી કહે છે કે ભારતમાં સ્વસ્થ જીવન આયુષ્યમાં આટલી જોરદાર વૃદ્ધિ ન થઈ જેટલી સરેરાશ આયુષ્યમાં થઈ છે કેમ કે લોકો પહેલાંથી વધુ જીવી રહ્યા છે પણ બીમારી અને અક્ષમતા સાથે.

વર્ષ 2019માં વાયુ પ્રદૂષણથી 16.7 ટકા લોકોના મોત થયા.
વર્ષ 2019માં વાયુ પ્રદૂષણથી 16.7 ટકા લોકોના મોત થયા.

વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમ અનુસાર ગંભીર બીમારીઓનું વર્તમાન વૈશ્વિક સંકટ અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓની નિષ્ફળતા, હાઈબ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ અને વાયુ પ્રદૂષણને લીધે લોકો કોવિડ-19 જેવી બીમારીઓથી લડવામાં નબળા થતા જઈ રહ્યા છે. રિસર્ચ અનુસાર ગત 30 વર્ષ દરમિયાન વધેલી સ્થૂળતા, હાઈબ્લડ શુગર, વાયુ પ્રદૂષણે કોવિડ-19થી થનારાં મૃત્યુની સંખ્યા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જોકે વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ ગ્લોબલ હેલ્થ અલી મોકદાદ કહે છે કે ભારત સહિત લગભગ દરેક દેશમાં જે મુખ્ય સુધારો જોવા મળ્યો છે તે એ છે કે ચેપી રોગોમાં ઘટાડો થયો અને ક્રોનિક બીમારીઓમાં વધારો થયો. ભારતમાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મોટી સંખ્યામાં મૃત્યુ થતાં હતાં પણ હવે તેમાં ઘટાડો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો