• Gujarati News
  • National
  • The Attack On Shinzo Abe Is Sad, I Pray For His Speedy Recovery: Prime Minister Modi

PM મોદીની આબેને શ્રદ્ધાંજલિ:જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર વડાપ્રધાન મોદીએ 9 જુલાઈએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ શિન્ઝો પર થયેલા હુમલા બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે

જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે હું મારા સૌથી પ્યાર મિત્રોમાંથી એક શિન્જો આબેના દુઃખદ નિધનથી સ્તબ્ધ અને દુઃખી છું. તેમણે જાપાન અને વિશ્વને એક સારી જગ્યાએ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ શિન્ઝેના નિધન પર આવતીકાલે એટલે કે 9 જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ટોકિયોમાં થયેલી તાજેતરની મુલાકાતનો ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આબે પરના હુમલા પછી PM મોદી તરત ટ્વિટ કર્યું હતું
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબારના સમાચાર પછી વડાપ્રધાન મોદીએ તરત જ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી હું ખૂબ જ વ્યથિત છું. મારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકોની સાથે છે.

વડાપ્રધાન મોદીએ આબેના નિધન પછી સંખ્યાબંધ ટ્વિટ કર્યા

મોદીના ખાસ મિત્ર છે આબે, પદ્મ ભૂષણથી સન્માન કરાયું છે
વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે સારા સંબંધો છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગત વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

મોદી અને આબેની આ તસવીર ડિસેમ્બર 2015ની છે. તેઓ આ સમયે વારાણસી ગયા હતા. અહીં તેમણે ગંગા આરતી કરી હતી.
મોદી અને આબેની આ તસવીર ડિસેમ્બર 2015ની છે. તેઓ આ સમયે વારાણસી ગયા હતા. અહીં તેમણે ગંગા આરતી કરી હતી.

રાહુલ ગાંધીએ સાજા થવા માટે પ્રાર્થના કરી
જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે પર હુમલાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જાપાનના પૂર્વ વડાપ્રધાન પર થયેલા હુમલાના સમાચાર સાંભળીને હું સ્તબધ છું. જેમણે ભારત-જાપાનના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેઓ ઝડપથી સાજા થઈ જાય એવી પ્રાર્થના. મારી સંવેદના તેમના પરિવારની સાથે છે.

આ તસવીર સપ્ટેમ્બર 2017ની છે. ભારતના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા.
આ તસવીર સપ્ટેમ્બર 2017ની છે. ભારતના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા.

નારા શહેરમાં સંબોધન દરમિયાન શિન્ઝો પર ગોળીબાર
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને બે ગોળી મરાઈ હતી. ગોળી વાગતાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. હાલમાં તેમની હાલત નાજુક છે અને તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી.

ઘટનાસ્થળની તસવીર અને ઇન્સેટ તસવીરમાં શિન્ઝો આબે.
ઘટનાસ્થળની તસવીર અને ઇન્સેટ તસવીરમાં શિન્ઝો આબે.
અન્ય સમાચારો પણ છે...