• Gujarati News
  • National
  • The Assailants Came On A Bike And Brutally Killed Him With An Ax Right In Front Of The Shop

કર્ણાટકમાં BJP નેતાની કુલ્હાડીથી કાપીને હત્યા:10 આરોપીની ધરપકડ, પ્રવીણે ઉદયપુરના કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં પોસ્ટ કરી હતી

બેંગ્લોર12 દિવસ પહેલા
  • જુનમાં પણ ભાજપના નેતાની છરી મારીને હત્યા કરવામાં આવી હતી.

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે ભાજપના યુવા નેતા પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નેટ્ટારુ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતા. પોલીસે કેસ નોંધ્યો છે. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પ્રવીણે 29 જૂને રાજસ્થાનમાં મારવામાં આવેલા કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં પોસ્ટ કરી હતી. પોલીસ હવે આ એંગલથી તપાસ કરી રહી છે. અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ ભાજપના કાર્યકરોએ ધરપકડની માંગ સાથે દેખાવો શરૂ કર્યા છે. મોડી રાત્રે રસ્તા પર ભારે હોબાળો થયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

પ્રવીણે પોસ્ટમાં લખ્યું હતુ-શું કન્હૈયાની હત્યા અંગે વિપક્ષ કંઈ કહેશે

ભાજપ નેતા પ્રવીણ નેટ્ટારે 29મી જૂનના રોજ ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ફેસબુક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે રાષ્ટ્રવાદી વિચારધારાનું સપોર્ટ કરવા માટે એક દરજીનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે અને આ અંગેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ PM મોદીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ ઘટના એવા રાજ્યમાં બની છે કે જ્યાં કોંગ્રેસ સરકાર છે. પ્રવીણે વિપક્ષી પાર્ટી સામે પ્રશ્ન કરતા લખ્યું કે શું આ મુદ્દે હવે કોઈ કંઈ બોલશે?

વેપારી નેતાની હત્યા કરી

આ ઘટના બેલ્લારે વિસ્તારમાં મૃતક ભાજપનાં કાર્યકરની દુકાનની સામે બની હતી. પ્રવીણ પોલ્ટ્રીની દુકાન ચલાવે છે, જ્યારે તે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ બાઇક પર આવીને તેનો રસ્તો રોક્યો હતો. જ્યારે દુકાન બંધ હતી ત્યારે ત્યાં વધું લોકો ન હતા, તેથી કોઈ મદદ કરવા આવી શક્યું ન હતું. કુહાડીના હુમલાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું.

આ ઘટના બાદ જિલ્લાના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. માડી રાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ પ્રવીણ માટે ન્યાયની માંગણી કરી હતી. કાર્યકરોએ 'અમને ન્યાય જોઈએ છે'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમણે આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી.

CM બોમ્મઈએ દુખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ભાજપના યુવા નેતા પ્રવીણની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારા પક્ષના કાર્યકરની હત્યા નિંદાજનક છે. ગુનેગારોની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આરોપીને કાયદેસરની સજા પણ કરવામાં આવશે.

જુનમાં પણ ભાજપના નેતાની હત્યા કરવામાં આવી હતી
કર્ણાટકમાં 23 જૂને ભાજપ નેતા મોહમ્મદ અનવરની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. ગૌરી કલુવે વિસ્તારમાં બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. મોહમ્મદ અનવર ભાજપના મહાસચિવ હતા. આ હત્યા પાછળ બીજેપી સાંસદ શોભા કરંદલાજે કટ્ટરપંથીઓનો હાથ હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...