• Gujarati News
  • National
  • The Artist Was Dancing At A Ganeshotsav Event When The Attack Collapsed, The Third Such Incident In A Week.

ડાન્સ કરતા કરતા જ આર્ટિસ્ટનું એટેકથી મોત:સ્ટેજ પર પડ્યો તો લોકો ડાન્સનો સ્ટેપ સમજ્યા, એક્સપર્ટે કહ્યું- ક્યારેય છાતીમાં દુખે તો તરત એલર્ટ થાઓ

જમ્મુ23 દિવસ પહેલા
  • લોકો માની રહ્યા હતા કે આ પરફોર્મન્સનો ભાગ છે

સ્ટેજ પર ડાન્સ કરતા-કરતા હાર્ટએટેક આવ્યો અને પછી મોત થયાની વધુ એક ઘટના સામે આવી છે. બુધવારે જમ્મુના બિશ્નાહ વિસ્તારમાં એક આર્ટીસ્ટે સ્ટેજ પર ડાન્સ કરતા જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના કોથે ગામના ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં બની હતી, જ્યારે 20 વર્ષીય કલાકાર યોગેશ ગુપ્તા છોકરીની વેશભૂષા પહેરીને ભજન ઓમ નમઃ શિવાય પર પરફોર્મ કરી રહ્યો હતો.

ડાન્સ કરતા કરતા ઢળી પડ્યો
ભજન પર પર્ફોમન્સ દરમિયાન કલાકારના પગ ડગમગીગયા હતા. તેણે પોતાની જાતને સંભાળવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ તેતેટોજ પર જ ઢળી પડ્યો હતો. પછી તરત જ બેઠો થયો અને તેણે પોતાનું પર્ફોમન્સ ચાલું રાખ્યું હતુ. એવામાં ત્યાં બેસેલા લોકોને લાગ્યું હતુ કે તેનું પડી જવું તે પર્ફોમન્સનો એક ભાગ હશે.

આ પછી કલાકરે માત્ર બે જ ડાન્સ સ્ટેપ કર્યા હશે કે તે ફરી ઢળી પડ્યો હતો. તેમ છતાં તે ઉઠવાનો પ્રયત્ન કરે છે. તેના હાથ-પગમાં હલનચલન હતી, પરંતુ લોકો તેને પરફોર્મન્સ માનતા રહ્યા. થોડીવાર પછી તેના શરીરમાં પણ હલનચલન બંધ થઈ ગઈ હતી.

સાથી કલાકારો પણ ડાન્સ પૂરો થાય તેની રાહ જોતા રહ્યા
આ સમગ્ર ઘટના દરમિયાન કલાકારના સાથીઓ તેનો ડાન્સ સમાપ્ત થવાની રાહ જોતા રહ્યા હતા. જ્યારે તે લાંબા સમય સુધી ઉભો ન થયો, ત્યારે ખૂણામાં ઊભેલા ભગવાન શિવની વેશભૂષામાં અન્ય એક કલાકારે તેને ઉભો કરવાનો પ્રયાસ કર્યો. બાદમાં અન્ય લોકો પણ સ્ટેજ પર આવી ગયા હતા અને મ્યુઝીક બંધ કરાવી દેવામાં આવ્યું હતું. સાથી કલાકારો યુવકને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના: સાત દિવસમાં આ ત્રીજી એવી ધટના છે જ્યારે સ્ટોજ પર ડાન્સ કરતા કરતા કલાકારને હાર્ટ-એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો.

1. પોતાના જન્મદિવસ પર ડાન્સ કરી રહેલા યુવકને હાર્ટ એટેક આવ્યો, મોત

1 સપ્ટેમ્બરના રોજ બરેલીમાં જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરી રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થળ પર હાજર લોકોને થોડીવાર માટે એવું લાગ્યું વ્યક્તિ અભિનય કરી રહ્યો છે, પરંતુ જ્યારે તે થોડીવાર સુધી જાગ્યો નહીં તો લોકો નજીક પહોંચી ગયા. તેને બેભાન જોઈને લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

2. હનુમાનજી બનેલા યુવકનું સ્ટેજ પર મૃત્યુ થયું હતુ

3 સપ્ટેમ્બરના રોજ મૈનપુરીમાં ગણેશોત્સવમાં હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા એક યુવકનું સ્ટેજ પર જ મૃત્યુ થયું હતું. તે રામભજન પર ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતી વખતે તે અચાનક ઢળી પડ્યો હતો. ઘણીવાર પછી પણ યુવક જાગ્યો ન હતો ત્યારે લોકો તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...