તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Army Is Preparing To Deploy Bofors Cannons In Ladakh; These Cannons Won The Kargil War Against Pakistan 21 Years Ago

ભારત-ચીન તણાવ ચરમસીમા પર:સેના લદ્દાખમાં બોફોર્સ તોપો તહેનાત કરવાની તૈયારી કરી રહી છે; આ તોપોએ 21 વર્ષ પહેલાં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ જીતાડ્યું હતું

લદ્દાખ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોફોર્સ તોપોને વર્ષ 1980માં સેનામાં સામેલ કરવામાં આવી હતી. તે નીચા અને ઊંચા બંને એંગલથી ફાયરિંગ કરી શકે છે. (ફાઇલ ફોટો)
  • લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર છેલ્લા 20 દિવસમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ત્રણ વખત ગોળીબાર થયો
  • કારગિલના યુદ્ધમાં બોફોર્સે ઉંચી ટેકરીઓ પર બનેલા પાકિસ્તાનના બંકરોને સરળતાથી નષ્ટ કરી દીધા હતા

પૂર્વી લદ્દાખમાં ચીની ઘુસણખોરીના પ્રયત્નોને કારણે ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. દરમિયાન, ભારતીય સેના ત્યાં બોફોર્સ હોવિત્ઝર તોપો તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ બુધવારે આ માહિતી આપી. તેના જણાવ્યા પ્રમાણે, સેનાના ઇજનેરો બોફોર્સ તોપોની સર્વિસિંગમાં રોકાયેલા છે. આ તોપો થોડા દિવસોમાં જ સરહદ પર તૈનાત કરવામાં આવશે.

બોફોર્સ તોપોએ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું

બોફોર્સ તોપોને 1980માં સેનામાં સામેલ કરવામાં આવી હતી. તે નીચા અને ઉચ્ચએંગલથી ફાયર કરી શકે છે. આ તોપો અનેક યુદ્ધ જીતાડવામાં મદદગાર રહી છે. વર્ષ 1999માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં વિજય મેળવવામાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. બોફોર્સ તોપોએ બંકરો અને ખૂબજ ઉંચી ટેકરીઓ પર બનેલા પાકિસ્તાનના બંકરોને સરળતાથી નષ્ટ કરી દીધા હતા. આનાથી પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું હતું.

ફોરવર્ડ લોકેશન પર સેનાની તૈયારીઓના ભાગરૂપે સર્વિસિંગ અને મેન્ટેનન્સના કામને લઈને લેફ્ટિનેન્ટ કર્નલ પ્રીતિ કંવરે જાણકારી આપી. તેમને જણાવ્યું કે વર્કશોપમાં સેનાના ઈજનેર તે હથિયારોના મેન્ટેનન્સનું ધ્યાન રાખે છે, જેની વિશેષ પરિસ્થિતિઓમાં જરૂર પડે છે. ટેક્નિકલ સ્ટોર ગ્રુપ્સ એક ટેકની ફાયરિંગ પિનથી લઈને એન્જીન સુધી દરેક ચીજ ઉપલબ્ધ કરાવે છે. મોબાઈલ સ્પેયર્સ વાનના દ્વારા ફોરવર્ડ વિસ્તારોમાં ટેકનીશીયનને મદદ પહોંચાડે છે.

ભારત- ચીન સરહદ પર છેલ્લા 20 દિવસમાં 3 વખત ગોળીબાર થયો

લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે મેં મહિનાથી જ તણાવ બનેલો છે. 15 જૂને ગલવાનમાં બંને દેશોની સેનાએ વચ્ચે અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે ચીનના 40થી વધી સૈનિકો માર્યા ગયા હતા, પણ તેમણે માન્યું નહીં. વિવાદ 29-30 ઓગસ્ટની રાત થી શરુ થયો હતો, જ્યારે ચીને પેન્ગોન્ગ તળાવના દક્ષિણી પહાડી પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય સેનાના જવાનોએ જેને નિષ્ફળ કર્યો હતો. છેલ્લા 20 દિવસમાં બંને તરફથી 3 વખત હવામાં ગોળીબાર કરવામાં આવ્યો છે.

પહેલી વખત : 29-31 ઓગસ્ટની વચ્ચે પેન્ગોન્ગ તળાવના દક્ષિણ છેડે

બીજી વખત : 7 સપ્ટેમ્બરે મુખપારી હાઈટ્સ વિસ્તારમાં

ત્રીજી વખત : 8 સપ્ટેમ્બરે પેન્ગોન્ગ તળાવના ઉત્તરીય છેડે

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો