પૂર્વ લદાખમાં છેલ્લા ત્રણ વર્ષથી સરહદ વિવાદ મામલે ભારત-ચીન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે ચીન લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ એટલે કે LAC પર ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. ચીને મોટી સંખ્યામાં સેનાના જવાનોને તહેનાત કરી રાખ્યા છે. પાંડેએ જણાવ્યું કે અમે એવું કહી શકીએ કે LAC પર સ્થિતિ સ્થિર બનેલી છે, પરંતુ હજી પણ નજર રાખવાની જરુર છે. આ વાત આર્મી ચીફે એક કાર્યક્રમમા જણાવી હતી.
ચીને 50,000 સૈનિકોને ભારે શસ્ત્રો સાથે તહેનાત કર્યા છે
તેમણે કહ્યું કે એપ્રિલ-મે 2020માં ચીને પૂર્વ લદ્દાખમાંથી ઘણી વખત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારથી પીપલ્સ લિબરેશન આર્મીએ લગભગ 50,000 સૈનિકો અને અને ભારે શસ્ત્રો તહેનાત કર્યા છે.
જો કે ભારતીય સેનાની 3,488 કિલોમીટર લાંબી સરહદ LACની સાથે ત્રણેય ક્ષેત્રોમાં મજબુત તહેનાતી અને નજર છે, જે પૂર્વ લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. નવી ટેક્નોલોજી અને વેપન્સ સિસ્ટમ સાથે અમારી ક્ષમતાનું ડેવલપમેન્ટ અને પ્રયત્નો સતત ચાલુ છે. અમે ખાસ કરીને રોડ, હેલિપેડ જેવા ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મુદ્દાઓના ઉકેલ માટે ચીનની સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ
સેના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ લદાખમાં સરહદ વિવાદ બાબતના મુદ્દાઓના ઉકેલ માટે ચીનની સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. જ્યાં સુધી સમાધાન નહીં થાય. ત્યાં સુધી સૈનિકોની તહેનાતી અને સતર્કતા બની રહેશે.
પાકિસ્તાની હથિયાર- ડ્રગ્સ મોકલવા માટે ડ્રોનના ઉપયોગની ઘટનામાં વધારો
પાકિસ્તાનની ઘૂસણખોરી બાબતે જનરલ પાંડેએ કહ્યું હતું કે ઈન્ટરનેશનલ બોર્ડર પાર કરવા અને હથિયાર- ડ્રગ્સ મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની ઘટનામાં ખુબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો કે, 778 કિલોમીટર લાંબી LAC સરહદ પરથી ઘૂસણખોરી અટકાવવા માટે મજબુતાઈ સાથે સેના તહેનાત છે. પરંતુ હાલમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓમાં કોઈ મોટો ઘટાડો થયો નથી.
આ સમાચાર પણ વાંચી શકો છો ...
ચીન સરહદ પર સેનાની એક્ટિવિટી વધી, ગલવાનમાં સૈનિકો ઘોડા પર પેટ્રોલિંગ કરી રહ્યા છે
ભારતીય સેનાએ ચીન સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર દેખરેખ વધારી દીધી છે. ન્યૂઝ એજન્સી અનુસાર લદાખમાં સેનાના જવાન ગલવાન ઘાટી અને આસપાસના વિસ્તારોમાં ઘોડા પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ વિસ્તારોમાં સામાન લઈ જવા માટે ખચ્ચર પણ લઈ જવામાં આવી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.