તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Ancestors Of Hindus And Muslims Alike; We Should Think Of India's Domination, Not Communal Domination

મુસ્લિમ વિદ્વાનોના કાર્યક્રમમાં સંઘ-પ્રમુખે કહ્યું-:હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજ એકસમાન; આપણે સાંપ્રદાયિક વર્ચસ્વનો નહીં, પણ ભારતના વર્ચસ્વનો વિચાર કરવો જોઈએ

મુંબઈ15 દિવસ પહેલા
  • ભાગવતે કહ્યું, અંગ્રેજોએ હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા હતા
  • સંઘ-પ્રમુખે કહ્યું- આજે મુસ્લિમો ભારતના સૌથી મોટામાં મોટા પદ પર પણ બેસી શકે છે

RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં રહેતા હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો એકસમાન છે. ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વનો નહીં, પણ ભારતના વર્ચસ્વનો વિચાર કરવો જોઈએ.

મોહન ભાગવત સોમવારે ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરિ' પરના સેમિનારમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુસ્લિમ વિદ્વાનો સાથે મુલાકાત કરી હતી. ભાગવતે વધુમાં કહ્યું હતું કે 'હિન્દુ' શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજો અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન છે અને દરેક ભારતીય હિન્દુ છે. એટલા માટે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરવાદી વિરુદ્ધ મક્કમપણે ઊભા રહેવું જોઈએ.

અંગ્રેજોએ મૂંઝવણ ઉત્પન્ન કરી અને હિન્દુ-મુસ્લિમોને લડાવ્યા
ભાગવતે કહ્યું હતું કે અંગ્રેજોએ મૂંઝવણ ઉત્પન્ન કરીને હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા હતા. બ્રિટિશરોએ મુસ્લિમોને કહ્યું હતું કે જો તેમણે હિંદુઓ સાથે રહેવાનો નિર્ણય લીધો તો તેમને કંઈપણ મળશે નહીં, માત્ર હિન્દુઓ જ ચૂંટાશે. અંગ્રેજોની આ નીતિએ મુસ્લિમોને અલગ રાષ્ટ્રની માગણી માટે પ્રેરિત કર્યા હતા.

આ રીતે તેમણે હિન્દુઓમાં પણ મૂંઝવણ ઉત્પન્ન કરી હતી. તેમણે હિન્દુઓને કહ્યું હતું કે મુસલમાનો ઉગ્રવાદી છે. અંગ્રેજોએ બંને સમુદાયોને લડાવ્યા હતા. એ લડાઈ અને વિશ્વાસના અભાવને કારણે બંને સમુદાયો એકબીજાથી અંતર રાખવાની વાત કરતા આવ્યા છે. આપણે આપણો અભિગમ બદલવાની જરૂર છે.

અંગ્રેજોએ કહ્યું હતું કે ઈસ્લામનો ભારતમાંથી નાશ થઇ જશે. શું આવું થયું? ના..આજે મુસ્લિમો ભારતના સૌથી મોટામાં મોટા પદ પર પણ બેસી શકે છે.

ભાગવતે કહ્યું હતું, અંગ્રેજોએ મૂંઝવણ ઉત્પન્ન કરીને હિન્દુઓ-મુસલમાનોને લડાવ્યા હતા.
ભાગવતે કહ્યું હતું, અંગ્રેજોએ મૂંઝવણ ઉત્પન્ન કરીને હિન્દુઓ-મુસલમાનોને લડાવ્યા હતા.

આપણે એક રાષ્ટ્ર તરીકે સંગઠિત રહેવું પડશે
કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું હતું કે આપણી એકતાનો આધાર આપણી માતૃભૂમિ અને ગૌરવશાળી ઇતિહાસ છે. આપણે એક રાષ્ટ્ર તરીકે સંગઠિત રહેવું પડશે. આરએસએસ પણ એવું જ વિચારે છે અને અમે તમને આ કહેવા માટે જ અહીં આવ્યા છીએ. આરએસએસના વડાએ કહ્યું હતું કે મહાસત્તા તરીકે ભારત કોઈને ડરાવશે નહીં.

મુસ્લિમ બુદ્ધિજીવીઓએ આગળ આવવું પડશે: અતા હસનૈન
કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન અને કાશ્મીર સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત) પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે વધુ વિવિધતાથી સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય છે અને ભારતીય સંસ્કૃતિ દરેકને સમાન સમજે છે. હસનૈને કહ્યું હતું કે મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભારતીય મુસ્લિમોને ટાર્ગેટ કરવાના પાકિસ્તાનના એ પ્રયાસને નિષ્ફળ બનાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...