સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલા માસૂમને માર મારતો VIDEO:સંચાલકે પહેલા ઉપરાછાપરી 6 થપ્પડ મારી, પછી પીઠ પર ઢોર માર માર્યો

જાલૌન2 મહિનો પહેલા
  • પોલીસે સ્વિમિંગ પૂલના સંચાલક સામે ગુનો નોંધ્યો છે.

ઉત્તરપ્રદેશમાં જાલૌનમાં એક ખાનગી સ્વિમિંગ પૂલના સંચાલકે 7 વર્ષના માસૂમને ઢોર માર માર્યો હતો. માસૂમનો દોષ માત્ર એટલો જ હતો કે તેની પાસે ફીનાં પૈસા નહોતા. સંચાલકે પહેલા માસૂમને થપ્પડો મારી હતી. આનાથી તેનું મન સંતુષ્ટ ન થયું તો તેણે તેની ગરદન પકડીને પીઠ પર ઢોર માર મારતા મુક્કા વરસાવ્યા હતા. પોલીસે સંચાલક સામે ગુનો નોંધ્યો છે.

બાળક 13 જુલાઈના રોજ બપોરે સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયો હતો
આ ઘટનાં જાલૌન કોતવાલીના ચુરખી રોડ પર આવેલા એક સ્વિમિંગ પૂલની છે. શાહગંજનો રહેવાસી અઝહર બુધવારે બપોરે સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયો હતો. જ્યારે તે સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે સંચાલક બાદલે તેની પાસે ફીનાં રૂપિયા માંગ્યા હતા. માસૂમની પાસે ફીના રૂપિયા ન હતા. માસુમ બાળકે કહ્યું કે આવતીકાલે ન્હાવા આવશે ત્યારે તે પૂરા રૂપિયા ચુકવી દેશે.

સંચાલકે માસૂમને ઢેર માર માર્યો હતો. આ દરમિયાન અન્ય લોકો ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યા હતા.
સંચાલકે માસૂમને ઢેર માર માર્યો હતો. આ દરમિયાન અન્ય લોકો ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યા હતા.

આ બાબતે સ્વિમિંગ પૂલનો સંચાલક ગુસ્સે થઈ ગયો હતો અને બાળકને પકડીને માર મારવા લાગ્યો. તેણે માસૂમના ગાલ પર નિર્દયતાથી ઉપરાછાપરી થપ્પડો મારી હતી. વીડિયોમાં જોવા મળે છે કે સંચાલક બાળકની પીઠ પર ઢોર માર મારી રહ્યો હતો. સંચાલક બાદલનું કહેવું છે કે બાળક સ્વિમિંગ પૂલમાં ચોરી કરવા આવ્યો હતો. જ્યારે તેને પકડીને પૂછપરછ કરવામાં આવી તો તેણે ઉલટો જવાબ આપ્યો હતો.

એક દિવસની ફી 100 રૂપિયા છે
બાળકના પરિવારજનોએ બાળકને માર મારવા બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારે જણાવ્યું કે સ્વિમિંગ પૂલમાં એક દિવસના ન્હાવાની ફી 100 રૂપિયા છે. બાળક પાસે રૂપિયા ન હતા.

સંચાલકનું કહેવું છે કે બાળક સ્વિમિંગ પૂલમાં ચોરી કરવા આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સંચાલકનું કહેવું છે કે બાળક સ્વિમિંગ પૂલમાં ચોરી કરવા આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આરોપી સંચાલકની સામે કેસ નોંધાયો
પોલીસ અધિક્ષક રવિ કુમારે જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયોની પુષ્ટિ થઈ ગઈ છે. માસૂમને માર મારવા સામે સંચાલકની સામે કેસ નોંધવામાં આવ્યો છે. બાળકના પરિવારજનોની ફરિયાદ અને સંચાલકના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...