• Gujarati News
  • National
  • The Actress Said – They Do Not Pay For The Exhibition Of The Body, Filed A Complaint Of Fraud And Mental Harassment

શિલ્પા અને રાજ વધુ ભિંસાયા:એક્ટ્રેસ શર્લિન ચોપરાએ કહ્યું-બિભત્સતા પિરસાવ્યા પછી પણ પેમેન્ટ આપ્યું નથી, જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

2 મહિનો પહેલા

અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ અને જામીન પર રહેલા તેમના પતિ રાજ કુંદ્રા સામે છેતરપિંડી અને માનસિક સતામણીની ફરિયાદ નોંધાવી છે. પોલીસને કરેલી ફરિયાદમાં શર્લિને જણાવ્યું હતું કે તેણે રાજ કુન્દ્રાની જેએલ સ્ટ્રીમ કંપની માટે 3 વીડિયો શૂટ કર્યા હતા પરંતુ તેઓએ વચન મુજબ ચૂકવણી કરી ન હતી. ફરિયાદમાં અભિનેત્રીએ કહ્યું છે કે રાજ કુંદ્રા બિભત્સતા પિરસાવ્યા બાદ પણ કલાકારોને ચુકવણી કરતો નથી.

શર્લિન ચોપરાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે જ્યાં તે મીડિયા સાથે વાત કરી રહી છે. કેપ્શનમાં શર્લિને લખ્યું હતું આજે હું મારી કાનૂની ટીમ સાથે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે ફરિયાદ નોંધાવવા જુહુ પોલીસ સ્ટેશન ગઈ હતી. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે કુંદ્રાએ માત્ર તેનું શોષણ જ કર્યું નથી, પરંતુ તેને અંડરવર્લ્ડની ધમકી પણ આપી હતી. વીડિયોમાં શર્લિન રડી પડી હતી કે તે હવે ડરથી જીવી શકશે નહીં.

શર્લિન ચોપરાએ જુહૂ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે
શર્લિન ચોપરાએ જુહૂ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે

શાર્લિનની ફરિયાદ અને મુખ્ય પોઈન્ટ્સ

  • છોકરીઓ પાસે બિભત્સતા પિરસાવ્યા બાદ તમે તેમની પેમેન્ટ ક્લિયર કેમ નથી કરતાં? તમે તેમને ચૂનો કેમ લગાવો છો? તમે તેમને ટોપી કેમ પહેરાવો છો? શું આવો હોય છે એથિકલ બિઝનેસ?
  • તમારે બિઝનેસમેન બનવું છે, જાઓ શીખો, ટાટા કેવી રીતે બિઝનેસ કરે છે. એથિક્સ સાથે કરે છે. જે વચનો આપે છે તે પાળે છે. તમે શું કરો છો?
  • તમે આર્ટિસ્ટના ઘરે જઈને તેમનું યૌન શોષણ કરો છો. તેમના ઘરે જઈને તેમને અંડરવર્લ્ડની ધમકી આપો છો. કહે છે કે યૌન શોષણનો કેસ પરત ખેંચી લો નહીતો જીંદગી નર્ક બનાવી દઈશું
  • રાજ કુંદ્રાએ તેને રણજીત બિન્દ્રાનો નંબર બતાવ્યો હતો અને કહ્યું હતું કે તે ડી કંપનીનો માણસ છે અને તેમની સાથે કંઈ પણ થઈ શકે છે. તેણે કહ્યું, "તમારા હાથમાં જે એક કે બે ફિલ્મો છે તે પણ ચૂકી જશો. તમે આ રીતે વાત કરો છો. આજે હું ડરીશ નહીં. હું દુર્ગા માના આશીર્વાદ આવી છું. મને ડર નહીં લાગે. તમારાથી પણ નહી કે તમારા પાવરથી પણ નહીં.
  • શું-શું કહ્યું હતું તમે? તમને યાદ છે? તમે કહ્યું કે તમારા માથા પર બિગ બોસનો હાથ છે અને જ્યાં સુધી બિગ બોસનો હાથ છે, તમારું કોઈ કશું જ નહી બગાડી શકે. તમે મને આવી વાતો કરી. તેમણે મને તેના સેલફોન પર રણજીત બિન્દ્રાનું નામ બતાવ્યું અને કહ્યું કે તે ડી કંપનીનો માણસ છે. કંઈ પણ થઈ શકે છે તમારા સાથે.
  • વાત માત્ર પેમેન્ટ વિશે નથી, પરંતુ ભયના વાતાવરણમાં ડરી-ડરીને જીવવાની વાત છે, અને તે આવી રીતે જીવી શકતી નથી. તેણે પોલીસને આ વિશે પણ જણાવ્યું હતું. તેણે આગળ કહ્યું, "આજે મને ડર નહીં લાગે. મેં પોલીસને કહ્યું કે હું આવા ડરમાં જીવી શકતી નથી. તે ફક્ત પેમેન્ટ વિશે નથી. જે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે તે સહન કરી શકાતું નથી.

2019માં રાજ કુન્દ્રાએ સેક્શુઅલ અસોલ્ટ કરી હતી
વીડિયોમાં શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટી સામે ફરિયાદ નોંધાવવા પાછળનું કારણ પણ જણાવ્યું. આ વર્ષે જુલાઈમાં શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર શોષણનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ કુંદ્રા બે વર્ષ પહેલા 2019માં અચાનક તેના ઘરે પહોંચી ગયો હતો અને તેની સાથે જાતીય હુમલો કર્યો હતો. શર્લિને આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાએ તેને બળજબરીથી ચુંબન કર્યું હતું. શર્લિનના જણાવ્યા અનુસાર તેણે રાજ કુંદ્રાને પાછળ ધકેલવાનો સખત પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજે ના પાડી અને તે ડરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...