• Gujarati News
  • National
  • The Accused Son Said One Person Did Not Like To Come In The House, Despite Protesting He Did Not Believe

મા, હત્યા, PUBG અને અજાણ્યું પાત્ર:આરોપી પુત્રએ કહ્યું- ઘરમાં એક વ્યક્તિનું આવવાનું પસંદ ન હતું, વિરોધ કર્યો છતાં મા ન માની

લખનઉ18 દિવસ પહેલા

લખનઉમાં એક મહિલાની હત્યા થઈ. હત્યાનો આરોપ મહિલાના 16 વર્ષના પુત્ર પર છે. તેને ત્રણ દિવસ સુધી ઘરમાં 10 વર્ષની બહેનની સાથે માની લાશને રાખી. હત્યાનું કારણ મોબાઈલ ગેમમાં PUBG જણાવવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે PUBG ન રમવા દેવાને કારણે નારાજ કિશોરે માને 6 ગોળી મારી દીધી. મર્ડર પછી તેને પાર્ટી પણ કરી.

જો કે પોલીસ પૂછપરછમાં મર્ડરનું એક બીજું કારણ સામે આવ્યું છે. આરોપી પુત્રના જણાવ્યા મુજબ હત્યા પાછળ એક ત્રીજી વ્યક્તિ છે. પોલીસને ભલે જ તેને સંભળાવેલી વાર્તા પર વિશ્વાસ ન હોય પરંતુ તે અજાણ્યા પાત્રની શોધખોળ શરૂ કરી દેવાઈ છે.

પુત્રએ પોલીસને જણાવ્યું કે વિજળી વિભાગમાં તૈનાત આકાશ નામની વ્યક્તિ વારંવાર તેના ઘરે આવતો હતો. તે ઘરમાં રોકાતો અને એક-બે દિવસ પછી જતો રહેતો હતો. ઘરમાં આ રીતે તેનું આવવું પુત્રને પસંદ ન હતું. તમામ વિરોધ છતાં માએ તેને મળવાનું બંધ ન કર્યું. અને તેને હેરાન કરવા લાગી હતી.

મૃતકના પતિ સેનામાં પોસ્ટેડ છે. તેઓ (હાફ પેન્ટમાં) લખનઉ પહોંચી ગયા છે.
મૃતકના પતિ સેનામાં પોસ્ટેડ છે. તેઓ (હાફ પેન્ટમાં) લખનઉ પહોંચી ગયા છે.

કોઈને કોઈ વાતનું બહાનું બનાવીને મારતી હતી. સહનશક્તિની હદ પાર થઈ ગઈ તો તેને માની હત્યા કરી નાખી. પોલીસ અધિકારીનું કહેવું છે કે આરોપી પુત્ર વારંવાર આકાશના નામને જ મહત્વ આપી રહ્યો હતો. તેથી તે નામ વેરિફાઈ કરવું જરૂરી છે.

પોસ્ટમોર્ટમ હાઉસની બહાર મૃતકના પરિવારના લોકો અને સંબંધીઓ હાજર છે
પોસ્ટમોર્ટમ હાઉસની બહાર મૃતકના પરિવારના લોકો અને સંબંધીઓ હાજર છે

પિતા સેનામાં અધિકારી છે, પશ્ચિમ બંગાળમાં પોસ્ટેડ છે
મૂળરૂપથી વારાણસીના રહેવાસી નવીનકુમાર સિંહ સેનામાં જૂનિયર કમીશન્ડ ઓફિસર છે. તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉના PGI વિસ્તારના યમુનાપુરમ કોલોનીમાં તેમનું મકાન છે. જ્યાં તેમની પત્ની સાધના (40 વર્ષ) પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રીની સાથે રહેતી હતી.

પુત્રએ મંગળવારે રાત્રે પોતાના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેને માની હત્યા કરી નાખી છે. તેના પિતાને વીડિયો કોલમાં મૃતદેહ પણ દેખાડ્યો. નવીને એક સંબંધીને ફોન કરીને તાત્કાલિક પોતાના ઘરે મોકલ્યા. પોલીસ પહોંચી તો ઘરની અંદરની સ્થિતિ જોઈને હેરાન થઈ ગયા હતા.

આ સાધાનાનો ફાઈલ ફોટો છે. તે પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રીની સાથે રહેતી હતી. પતિનું પોસ્ટિંગ બંગાળમાં છે.
આ સાધાનાનો ફાઈલ ફોટો છે. તે પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રીની સાથે રહેતી હતી. પતિનું પોસ્ટિંગ બંગાળમાં છે.

મૃતદેહની ગંધ ન આવે તે માટે રુમ-ફ્રેશનર પણ છાંટ્યું
આ ઘટનામાં પ્રાથમિક માહિતી જે સામે આવી તે મુજબ PUBG ન રમવા દેવાથી નારાજ પુત્રએ માની ગોળી મારીને હત્યા કરી નાખી છે. ત્રણ દિવસ સુધી તેને ઘરમાં જ માની લાશને છુપાવી રાખી હતી. હત્યા પછી તે રાત તેને 10 વર્ષની બહેન સાથે પસાર કરી હતી. બીજા દિવસે એટલે કે રવિવારે બહેનને ઘરમાં બંધ કરીને મિત્રને ઘરે લાવ્યો હતો. રાત્રે મિત્ર સાથે મળીને ઓનલાઈન જમવાનું પણ મંગાવ્યું. જે બાદ તેને લેપટોપ પર મૂવી પણ જોઈ.

સ્લાઈડ પણ તપાસ માટે મોકલવામાં આવશે
મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે ત્રણ ડોકટરની પેનલ બનાવવામાં આવી છે. જેમાં બે પુરુષ, એક મહિલા ડોકટર છે. ગોળી શરીરમાં કયાં લાગી અને કેટલાં હાડકાં તૂટ્યા છે. તે જાણવા માટે મૃતદેહનો પહેલા એક્સરે કરાવવામાં આવ્યો. જે અંગેની પરમિશન CMOએ આપી હતી.

મૃતદેહની હાલત જોઈને ડોકટરોએ ઘણી વાર સુધી અંદરોદર ચર્ચા કરી હતી. જે બાદ નક્કી કર્યું કે સ્લાઈડ પણ તપાસ માટે ફોરેન્સિક લેબ મોકલવામાં આવે. સામાન્ય રીતે આ ટેસ્ટ રેપના કેસમાં કરાવવામાં આવે છે. પરિવારનું કહેવું છે કે મૃતદેહ એટલો સડી ગયો હતો કે પૈતૃક નિવાસ બનારસ લઈ જવો મુશ્કેલ છે. તેથી અંતિમ સંસ્કાર લખનઉમાં જ વૈકુંઠધામમાં કરવામાં આવશે.