સામાન્ય રીતે બેંકમાં પૈસા જમા કરાવવા જઈએ ત્યારે સૌથી પહેલા આપે ડિપોઝીટ ફૉર્મ પર તમામ વિગતો આપવાની રહે છે. સ્લિપ પર ન માત્ર ખાતાધારકનું નામ લખવાનું હોય છે પરંતુ, બેંક અકાઉન્ટ નંબર, શાખા, તારીખ, મોબાઈલ નંબર, અમાઉન્ટનો આંકડો નંબરમાં અને શબ્દમાં લખવાનો રહે છે. જોકે આ સ્લિપ ફીલ અપ કરતા સમયે ઘણી વખત કેટલાક લોકોમાં ગેરસમજ ઉભી થાય છે અને તેઓ ગમે તે લખી કાઢે છે. જો એ માહિતીમાં કોઈ ગડબડી થાય છે તો બેંકના કર્મચારી તમને યોગ્ય માર્ગદર્શન આપે છે. પરંતુ, નીચે દર્શાવેલી બેંકની સ્લિપ જોઈને તમે પણ પેટ પકડીને હસી પડશો.
સોશ્યલ મીડિયા પર એપ્રિલ મહિનામાં ફિલ અપ કરેલી એક બેંક સ્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે. આ બેંક સ્લિપ જોઈને સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા હતા. જ્યાં તેમણે પૈસા જમા કરાવવા માટે જે બેંકની સ્લિપનું ફોર્મ ભર્યું હતું તેમાં બધું જ વ્યવસ્થિત લખ્યું. પરંતુ, તેમણે અમાઉન્ટના બદલે હિંદીમાં રાશિ લખેલી હોવાથી આ વ્યક્તિ પોતાની રાશિ તુલા લખીને આવી ગયા.
યૂપીના મુરાદાબાદની બેંક શાખામાં બનેલો આ કિસ્સો જેટલો હાસ્યાસ્પદ છે તેટલો જ સમજવા જેવો છે. તુલા રાશિ લખેલી સ્લિપ જમા કર્યા બાદ બેંક કર્મચારીએ તે લખાણ પર કોઈ ધ્યાન પણ ન આપ્યું ને પૈસા જમા કર્યા અને બેંકનો સિક્કો મારી દીધો. તે સમયની સ્લિપ આજકલ સોશ્યલ મીડિયામાં હાસ્યનું કારણ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.