તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The 9 month Pregnant Woman, Who Left Ahmedabad For Rajasthan, Got Help After Walking 196 Km In 6 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કેર:અમદાવાદથી રાજસ્થાન જવા નિકળેલી 9 માસની ગર્ભવતીને 6 દિવસમાં 196 કિલોમીટર ચાલ્યા બાદ મદદ મળી

ડુંગરપુર10 મહિનો પહેલાલેખક: અખિલેશ પંડ્યા
 • કૉપી લિંક
રાજસ્થાન પહોંચતાં મદદ અને એમ્બુલન્સ મળી. - Divya Bhaskar
રાજસ્થાન પહોંચતાં મદદ અને એમ્બુલન્સ મળી.
 • અમદાવાદથી રતલામ જવા ચાલતા જ નીકળી પડ્યા હતા

કોરોનાના કેર વચ્ચે મોટા ભાગના લોકો ઘરોમાં સુરક્ષિત છે પણ જે લોકો ઘરથી દૂર છે તેઓ ઘરે પહોંચવા કેટલી પીડા વેઠી રહ્યા છે તેનું એક ઉદાહરણ ડુંગરપુરના ટામટિયા ગામે જોવા મળ્યું. ગર્ભવતી મહિલા માટે એક-એક ડગલું ચાલવું મુશ્કેલ હોય છે પણ એક મહિલા પૂરા મહિને ગર્ભવતી હોવા છતાં 6 દિવસ સતત ચાલી. સાથે પતિ અને બે બાળક પણ છે. આ દરમિયાન ઘણી ચોકીઓ અને વહીવટી અધિકારીઓની સામેથી પસાર થયા પણ મદદ મળી ત્યાં સુધીમાં તેઓ અંદાજે 196 કિ.મી. ચાલી ચૂક્યા હતા.
1 વર્ષના પુત્ર સાથે અમદાવાદથી 6 દિવસ અગાઉ ચાલતા રવાના થયા હતા
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના સૈલાનાના કૂપડા ગામના લક્ષ્મણ ભાભર ગર્ભવતી પત્ની બાપૂડી, 2 વર્ષની પુત્રી અને 1 વર્ષના પુત્ર સાથે અમદાવાદથી 6 દિવસ અગાઉ ચાલતા રવાના થયા હતા. તેઓ રતનપુર બોર્ડરેથી ડુંગરપુર થઇને ટામટિયા ચેક પોસ્ટ પર પહોંચ્યા. અહીં અધિકારીઓએ તેમને ભરપેટ જમાડ્યા. બાપૂડીનું ચેકઅપ અને સ્ક્રીનિંગ પણ કરાયું. ત્યાર બાદ એમ્બુલન્સની વ્યવસ્થા કરીને તેમને ઘરે પહોંચાડાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો