• Gujarati News
  • National
  • The 9 month old Baby Was Crying, The Mother Punched Him In The Stomach, Lifted Him Up And Punched Him; Police Made The Arrest

જમ્મુ-કાશ્મીરમાં ક્રૂર માતાનાં કરતૂત:9 મહિનાનું બાળક રડી રહ્યું હતું, માતાએ પેટમાં મુક્કા માર્યા, ઉઠાવી ઉઠાવીને પછાડ્યો; પોલીસે ધરપકડ કરી

જમ્મુએક મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે, જેના આધારે તેની ધરપકડ કરી છે. વીડિયોમાં આ મહિલા પોતાના 9 મહિનાના બાળકને ક્રૂરતાથી માર મારતી જોવા મળે છે. તેને ઉઠાવી ઉઠાવીને ફેંકી રહી હતી અને બાળક સતત રડી રહ્યું હતું. આ વીડિયો એટલો ભયાનક છે કે તેને જોઈને ભલભલાની રુંવાડાં ઊભાં થઈ જશે.

45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચૂપ કરાવે છે, પરંતુ તે ચૂપ નથી થતો. એને કારણે મહિલા તેને ક્રૂરતાપૂર્વક માર મારે છે. તેના ચહેરા પર તમાચા પણ મારે છે. તેને ઉપાડી ઉપાડીને એક વખત નહીં, પણ ત્રણ વખત પછાડે છે. તેની સામે બીજી એક મહિલા પણ બેઠેલી જોવા મળી છે, જે પણ તેને અટકાવતી નથી. વીડિયો બનાવનારી વ્યક્તિ પણ રૂમમાં જ બેઠી છે, જે આ ક્રૂર મહિલાનો નજીકની જ છે.

બાળકને માર મારવાનો વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં ભારે રોષ છે અને પ્રતિક્રિયા વ્યક્ત કરતાં આરોપી મહિલાની ધરપકડની માગ કરી હતી. પોલીસે વાઇરલ વીડિયોને સાચો છે કે નહીં એ અંગે ખરાઈ કર્યા બાદ આરોપી મહિલાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...