તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The 65 year old Dr. Who Made Covexin. Krishna Ella Spends 16 Hours In The Lab, His Wife Arranging The Team's Meals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યુ:કોવેક્સિન બનાવનારા 65 વર્ષીય ડૉ. કૃષ્ણા એલ્લા 16 કલાક લેબમાં વિતાવે છે, ટીમની જમવા-રહેવાની વ્યવસ્થા પત્ની કરે છે

હૈદરાબાદ25 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી
તસવીર: ડૉ. કૃષ્ણા એમ.એલ્લા અને તેમનાં પત્ની સુચિત્રા. - Divya Bhaskar
તસવીર: ડૉ. કૃષ્ણા એમ.એલ્લા અને તેમનાં પત્ની સુચિત્રા.
  • કોવેક્સિન બનાવતી ભારત બાયોટેકના ચેરમેન ડૉ. કૃષ્ણા એલ્લાનો ભાસ્કરને પ્રથમ ઇન્ટરવ્યુ
  • USથી માતાએ જીદ કરી બોલાવ્યો, કહ્યું- ગમે તેટલું કમાય, તારું પેટ 9 ઇંચનું છે, એનાથી વધુ નહીં જમી શકે

આ છે ડૉ. કૃષ્ણા એમ.એલ્લા. ભારત બાયોટેક કંપનીના ચેરમેન અને એમ.ડી. હૈદરાબાદની જીનોમ વેલી સ્થિત આ કંપની કોવેક્સિન બનાવી રહી છે. 65 વર્ષીય ડૉ. એલ્લા દરરોજ લેબમાં 16 કલાક પસાર કરે છે. તેમની પત્ની સુચિત્રા જોઇન્ટ એમ.ડી. છે પણ હાલમાં વિજ્ઞાનીઓની જમવાથી લઇને રહેવા સુધીની વ્યવસ્થા કરે છે. ક્લિનિકલ ટ્રાયલ વચ્ચે ડૉ. એલ્લાએ પહેલીવાર કોઈ મીડિયા સાથે વાત કરી. મુખ્ય અંશ :

સવાલ: કોવેક્સિન વિશે ક્યારે વિચાર્યુ?
ડૉ. કૃષ્ણા એલ્લા:
જાન્યુઆરીમાં ચીને કોરોના વેક્સિન બનાવવાની શરૂઆત કરી હતી. માર્ચ-એપ્રિલમાં યુએસ, રશિયાન પણ બનાવવા લાગ્યા. ત્યારે લાગ્યું કે ભારતે પોતાની વેક્સિન વિકસાવવી જોઇએ. આ આપણી ઇજ્જતનો સવાલ છે. મહામારીમાં કોઈ દેશ કોઈનો સાથ નહીં આપે. મેં તાત્કાલિક આઈસીએમઆર સાથે વાત કરી અને વેક્સિન બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા.

સવાલ: ટીમમાં કેટલા લોકોને સામેલ કર્યા?
ડૉ. કૃષ્ણા એલ્લા:
શરૂમાં 200 લોકોની પસંદગી કરી. લેબની અંદર રહેતા 20 વિજ્ઞાનીઓની વય 35 વર્ષ કે તેનાથી પણ ઓછી હતી. પસંદગીના લોકો 5 મહિના સુધી ઘરે જઈ શકતા ન હતા. એટલા માટે બધાને કહ્યું કે પરિવાર અને પત્નીથી મંજૂરી લઈ લો.

સવાલ: વેક્સિન બનાવવામાં સૌથી મોટો પડકાર?
ડૉ. કૃષ્ણા એલ્લા:
મીડિયા. અનેકવાર એવા સમાચાર છાપ્યાં જે ભ્રમ ફેલાવે છે. તેનાથી ટ્રાયલ પ્રભાવિત થાય છે. ટ્રાયલ નહીં કરીએ તો કંઇ નવું ઈન્વેન્ટ નહીં કરી શકીએ.

સવાલ: કેટલા ડૉઝ લેવા પડશે? કિંમત?
ડૉ. કૃષ્ણા એલ્લા:
બે ડૉઝ લેવા પડશે. પહેલા ડૉઝના 28 દિવસ પછી બીજો ડૉઝ. ભાવ વિશે કંઈ કહેવું ઉતાવળ ગણાશે. શરૂમાં િકંમત થોડીક વધુ હોઈ શકે. જેમ જેમ વૉલ્યૂમ વધશે, કિંમત ઘટતી જશે.

સવાલ: વેક્સિન ક્યારે લોન્ચ કરી શકાશે?
ડૉ. કૃષ્ણા એલ્લા:
ફેઝ-3માં 26 હજાર વોલેન્ટિયર પર ટ્રાયલ કરવાની છે. 13 હજારને રિક્રૂટ કરી ચૂક્યા છીએ. પરિણામ ફેબ્રુઆરીમાં મળવા લાગશે. વેક્સિન બજારમાં ક્યારે આવશે તે સરકારે નક્કી કરવાનું છે. સરકાર આજે મંજૂરી આપે તો અમે વેક્સિન ઉપલબ્ધ કરાવી દઈશું.

સવાલ: ખેડૂતના દીકરા છો, ફાર્મામાં કઈ રીતે આવ્યાં?
ડૉ. કૃષ્ણા એલ્લા:
પરિવાર ખેતી સાથે જોડાયેલો છે. મેં એગ્રીકલ્ચરમાં એજ્યુકેશન લીધું પણ પિતાજીએ કહ્યું - તારી આ કાગળની ડિગ્રી નોકરીમાં કામ લાગી શકે છે. પછી નોકરી શરુ કરી. ફેલોશિપ મળી તો અમેરિકા જતો રહ્યો. ત્યાં પીજી અને પીએચડી કર્યુ. ત્યાં સેટલ થઈ ગયો હતો પણ ભારત આવવા માટે માતા-પત્નીએ જિદ પકડી લીધી. માતાએ કહ્યું કે દીકરા, ગમે તેટલું કમાઈ લે, તારું પેટ 9 ઈંચનું જ છે. તેનાથી વધુ નહીં જમી શકે... અને હું ઘરે પાછો આવી ગયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser