તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિહારમાં આરાની સદર હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ (શનિવારે) જન્મેલી અસામાન્ય બાળકીએ આ કળિયુગી દુનિયાને જોઈ 40 કલાક બાદ જ વિદાય લઈ લીધી. તે જીવી શકે તેવી સ્થિતિમાં હતી, પણ ન તો પિતા સારવાર કરાવવા તૈયાર થયા અને ન તો સરકારે કે સમાજસેવીઓએ તેની નોંધ લીધી. ભાસ્કર ડિજીટલે બાળકીના જન્મના દોઢ કલાક બાદ જ તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી સરકાર સુધી વાત પહોંચાડી હતી, પણ કોઈએ આ વાતને ધ્યાન પર લીધી નહીં.
પિતાએ લખીને આપી દીધુ-કંઈ પણ થયું તો પોતે જવાબદાર હશે
બાળકીને હાઈડ્રોસેફલસની બીમારી હતી. એટલે કે માથામાં પાણી ભરાયું હતું. તેને લીધે 5 કિલો 225 ગ્રામ વજન વાળી બાળકીના માથાનો જ વજન લગભગ 3.5 કિલો થઈ ગયો હતો. જન્મથી જ બાળકીની સ્થિતિ નાજૂક હતી, માટે ડોક્ટર્સે પટના રેફર કરી દીધી. જોકે, બાળકીના પિતા સુશીલે સ્પષ્ટ કહી દીધુ હતું કે મારી પાસે પૈસા નથી, માટે આગળ સારવાર કરાવી શકું તેવી સ્થિતિમાં નથી. તેમણે હોસ્પિટલને લેખિતમાં જાણ કરી કે બાળકીને અહીં જ રાખવામાં આવશે, જો કંઈ પણ થશે તો પોતે જવાબદાર હશે.
આરાના શાહપુરમાં રહેતી સુશીલ સલૂન ચલાવે છે. આ તેમની 5મી દિકરી હતી. સુશીલ અને તેના ઘરના અન્ય લોકો પણ બાળકીની સારવાર માટે રાજી ન હતી.
સર્જરી કરી બાળકીના માથામાંથી પાણી કાઢી શકાયું હોત
આરાની સદર હોસ્પિટલમાં બાળકીની દેખરેખ કરનારા ડો.અજય કુમાર પાંડે કહે છે કે શંટ સર્જરી મારફતે મગજમાંથી પાણી કાઢી શકાય છે. તેમાં લાખો રૂપિયાનો ખર્ચ આવે છે.આ પ્રકારના ઓપરેશનની વ્યવસ્થા ભોજપુરમાં ક્યાંય નથી. મોટી હોસ્પિટલોમાં જ આ પ્રકારની સર્જરી કરી શકાય છે.
સિવિલ સર્જને કહ્યું- આ પ્રકારના બાળકોને બચાવવા મુશ્કેલ હોય છે
બીજી બાજુ, સિવિલ સર્જન એલ પી ઝા કહે છે કે બાળકીનું માથુ મોટું હતું. આ સંજોગોમાં બાળકીને બચાવવી મુશ્કેલ છે, કારણ કે તેમની દરેક સિસ્ટમ યોગ્ય પદ્ધતિથી કામ કરતી નથી. આ હાઈડ્રોસેફેલસનો કેસ છે, જેમાં બાળકીનું સરવાઈવ થવું મુશ્કેલ હોય છે. જન્મ થયા બાદ તેની જેટલી તેની ક્ષમતા હોય છે એટલા દિવસ જ તે જીવિત રહી શકે છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.