તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The 25 year old Girl Married A Cousin; The Father Made A Statue Of The Daughter And Went To The Crematorium

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા-પિતાએ જીવિત દીકરીના અંતિમસંસ્કાર કર્યા:25 વર્ષની છોકરીએ પિત્રાઈ ભાઈ સાથે લગ્ન કર્યા; પિતાએ દીકરીનું પૂતળું બનાવી સ્મશાનયાત્રા કાઢી, માતાએ નનામીને કાંધ આપી

ચતરા (ઝારખંડ)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દીકરીથી દુઃખી પરિવારજનોએ તેનું પૂતળું બનાવી અંતિમસંસ્કાર કર્યા. - Divya Bhaskar
દીકરીથી દુઃખી પરિવારજનોએ તેનું પૂતળું બનાવી અંતિમસંસ્કાર કર્યા.
  • માતા-પિતા સહિત પરિવારે દીકરીને સમજાવી કે ભાઈ-બહેન વચ્ચે લગ્ન ન થાય, દીકરી માની નહીં

ઝારખંડના ચતરા જિલ્લાના ટંડવામાં શનિવારે એક પિતાએ તેની જીવિત દીકરીની સ્મશાન યાત્રા કાઢી છે. જોકે, આ સ્મશાન યાત્રા ફક્ત પ્રતીકાત્મક હતી. તેમાં નનામી પર દીકરીની જગ્યાએ તેનું પૂતળું રાખવામાં આવ્યું હતું.

દીકરીની માતાએ પણ આ નનામીને કાંધ આપી હતી. ત્યાર બાદ આ પૂતળાના સંપૂર્ણ રીત-રિવાજ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે છેવટે એક પિતાએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું?

હકીકતમાં ધનગડા પંચાયતના ખરીકા ગામમાં રહેતા સબિતા (25)એ ગામમાં જ રહેતા પિત્રાઈ ભાઈ સાથે લવમેરેજ કરી લીધા. માતા-પિતા તથા પરિવારના અન્ય સંબંધીઓએ તેને આ રીતે સંબંધમાં લગ્ન કરી શકાય નહીં એવું સમજાવવાના શક્ય તમામ પ્રયત્ન કર્યાં. છોકરીએ પરિવારના સભ્યો તથા સંબંધીઓની કોઈ વાત માની નહીં. આ છોકરીની અન્યત્ર સગાઈ પણ થયેલી હતી.

વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી, પણ દીકરી માની નહીં
પરિવારને ખૂબ જ સમજાવટ કરી, ત્યાર બાદ પણ યુવતી માની નહીં તો વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં પણ સવિતા તેના પ્રેમી રાજદીપ સાથે જીવન વિતાવવાના પોતાના નિર્ણય પર અડગ રહી.

ત્યાર બાદ પિતાએ દીકરીના અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય લીધો. છેવટે પરિવારે દીકરી જીવિત હોવા છતાં તેનું પૂતળું બનાવીને તેના અંતિમસંસ્કાર કર્યાં.

યુવતીની સગાઈ થઈ ગઈ હતી
પરિવારનું કહેવું છે કે દીકરીના આ ખોટા પગલાથી સમાજમાં કોઈ ઈજ્જત રહી નથી. યુવતીના લગ્ન સારા ઘરે થવાના હતા, તેની સગાઈ પણ થઈ ચૂકી હતી. ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે, યુવતીનો પ્રેમ-પ્રસંગ રાજદીપ સાથે કેટલાંક વર્ષોથી ચાલતો હતો. બન્ને રાંચીમાં રહી કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. બન્ને ભાઈ-બહેન હોવા છતાં તેમણે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરી લીધા હતા. એને લીધે માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યોને ભારે આઘાત લાગ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો