તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The 20 year old Hill State Will See 13 Chief Ministers Today, BJP Made 8 And Congress 5 Chief Ministers

ઉત્તરાખંડમાં પોલિટિકલ લેન્ડસ્લાઈડ:20 વર્ષનું પહાડી રાજ્ય આજે 13માં મુખ્યમંત્રી જોશે, ભાજપે 8 તો કોંગ્રેસ 5 મુખ્યમંત્રી બનાવ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનશે. - Divya Bhaskar
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનશે.
  • પુષ્કર સિંહ ધામી આજે સાંજે 5 વાગ્યે શપથ લેશે
  • ભાજપ અને કોંગ્રેસને ઉત્તરાખંડમાં શાસન માટે લગભગ 10-10 વર્ષનો સમય મળ્યો છે

દેશમાં સતત કુદરતી હોનારતોનો સામનો કરનાર ઉત્તરાખંડ તેની 20 વર્ષની ઉંમરમાં પોલીટિકલ લેન્ડસ્લાઈડથી પણ અડગો રહ્યો નથી. રાજ્યએ તેની નાની ઉંમરમાં જ 13 જેટલા મુખ્યમંત્રી જોયા છે. તીરથ સિંહ રાવતે શુક્રવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું છે. ભાજપની ધારાસભ્ય દળની શનિવારે થયેલી બેઠકમાં જ પુષ્કર સિંહ ધામીના નામ પર મુહર લગાવવામાં આવી છે. 45 વર્ષની ઉંમરના ધામી રાજ્યના 13માં મુખ્યમંત્રી હશે. રાજ્યમાં અત્યાર સુધીના મુખ્યમંત્રીઓમાંથી સૌથી યુવા ધામી રવિવારે સાંજે 5 વાગ્યે શપથ લેશે.

ઉત્તરાખંડના જન્મની વાત કરવામાં આવે તો સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી 9 નવેમ્બર 2000ના રોજ છત્તીસગઢ અને ઝારખંડની સાથે ઉત્તરપ્રદેશથી અલગ આ પહાડી રાજ્યની સ્થાપના કરી હતી. ઉત્તરાખંડને હાલ 20 વર્ષ પુરા થયા છે. એટલે કે વિધાનસભાના 4 કાર્યકાળ જેટલો સમય. આ દરમિયાન પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસે જ સરકાર બનાવી.

રાજ્યમાં ખરેખર તો 4 જ મુખ્યમંત્રી જ અત્યાર સુધીમાં હોવા જોઈતા હતા, જોકે રાજકીય અસ્થિરતાને પગલે રાજ્યએ 13 મુખ્યમંત્રી જોયા. ભાજપે અહીં 8 મુખ્યમંત્રી બનાવ્યા, જ્યારે કોંગ્રેસે પણ અહીં 5 મુખ્યમંત્રી બનાવ્યા. કોંગ્રેસના નારાયણ દત તિવારી જ એકમાત્ર એવા મુખ્યમંત્રી રહ્યાં, જેમણે રાજ્યના રાજકીય ઈતિહાસમાં 5 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો.

ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પાર્ટીઓને ઉત્તરાખંડમાં શાસન માટે લગભગ 10-10 વર્ષનો સમય મળ્યો છે. જેમાં કોંગ્રેસે મુખ્યમંત્રીના 3 ચહેરા આપ્યા તો ભાજપે અત્યાર સુધીમાં 7 ચહેરાઓને મુખ્યમંત્રી પદ પર બેસાડ્યા છે. ભાજપે તેના 5-5 વર્ષના બે શાસન દરમિયાન ત્રણ-ત્રણ મુખ્યમંત્રીઓને બદલ્યા છે.

પ્રથમ વખત સ્વામીને ભાજપે હટાવ્યા, કોશ્યારીને સોંપી કમાન
9 નવેમ્બર 2000એ જ્યારે ઉત્તરાપ્રદેશથી અલગ રાજ્ય ઉત્તરાખંડ બન્યું તો ભાજપે નિત્યાનંદ સ્વામીને વચગાળાની કમાન સોંપી. હજી તો સત્તા સોંપ્યાને એક વર્ષ જ થયું હતું પરંતુ ભાજપને સ્વામીમાંથી રસ ઉઠી ગયો. ભાજપને એવું લાગ્યું કે સ્વામીના નેતૃત્વમાં વર્ષ 2002માં થનારી વિધાનસભા ચૂંટણી તે જીતી શકશે નહિ.

તે પછી પાર્ટીએ ભગત સિંહ કોશિયારીને રાજ્યનું કમાન સોંપ્યું. જોકે પાર્ટીનું અનુમાન ખોટુ સાબિત થયું અને આ વર્ષે થનારી ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ વખત ઉત્તરાખંડમાં પોતાની સરકાર બનાવી. ત્યારે કોંગ્રેસે નારાયણ દત્ત તિવારીને મુખ્યમનંત્રી બનાવ્યા. ત્યારે હરીશ રાવત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા.

રાવત અને તિવારીની વચ્ચે અણબનાવના સમાચારો આવતા રહ્યા, જોકે એનડી તિવારીએ તમામ મુશ્કેલી વચ્ચે પણ પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા.

20 વર્ષમાં ભાજપે 8 મુખ્યમંત્રી બનાવ્યા, સૌથી નાનો કાર્યકાળ તીરથનો
1. નિત્યાનંદ સ્વામીઃ 9 નવેમ્બર 2000થી 29 ઓક્ટોબર 2001, 354 દિવસ
2. ભગત સિંહ કોશ્યારીઃ 30 ઓક્ટોબર 2001થી 1 માર્ચ 2002, 122 દિવસ
3. ભુવન ચન્દ્ર ખંડૂરીઃ 8 માર્ચ 2007થી 23 જૂન 2009, 839 દિવસ
4. રમેશ પોખરિયાલ નિશંકઃ 24 જૂન 2009થી 10 સપ્ટેમ્બર 2011, 808 દિવસ
5. ભુવન ચન્દ્ર ખંડૂરીઃ 11 સપ્ટેમ્બર 2011થી 13 માર્ચ 2012, 185 દિવસ
6. ત્રિવેન્દ્ર સિંહ રાવતઃ 18 માર્ચ 2017થી 9 માર્ચ 2021, 1567 દિવસ
7. તીરથ સિંહ રાવતઃ 10 માર્ચથી 2 જુલાઈ 2021, 115 દિવસ
8. પુષ્કર સિંહ ધામીઃ 4 જુલાઈ 2021થી...

2007માં ભાજપે 3 વખત મુખ્યમંત્રી બદલ્યા, ચહેરા બે રહ્યાં
2007ની ચૂંટણીમાં એક વખત ફરી ભાજપ સરકાર પરત ફરી અને મેજર જનરલ ભુવન ચંદ્ર ખંડૂરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ખંડૂરીને સત્તા સંભાળ્યાને હજી 2 વર્ષ જ થયા હતા કે ખંડૂરીને કામ કરવાની રીતો પર સવાલ ઉઠવા લાગ્યા. રાજ્યના નેતૃત્વએ રાષ્ટ્રીય નેતાઓને જણાવ્યું કે ખંડૂરીને લઈને પાર્ટીના ધારાસભ્યોમાં નારાજગી છે, આ કારણે ચેહરો બદલવો પડશે.

ખંડૂરીની વિદાઈ થઈ ગઈ અને પાર્ટીએ આ વખતે રમેશ પોખરિયાલ નિશંકના રૂપમાં પ્રથમ વખત એક બ્રાહ્મણ ચહેરાને રાજ્યાના મુખ્યમંત્રી બનાવીને આ ધાર્મિક શહેરવાળા રાજ્યને મોટા મેસેજ આપવાની કોશિશ કરી. જોકે આ ચહેરો પણ વધુ સમય સુધી ન ટકી શકયો.

2012ની વિધાનસભા ચૂંટણીમાં એક વખત ફરી પાર્ટીને ચહેરાની ચિંતા સત્તાવવા લાગી. ફરી એક વખત બીસી ખંડૂરીને ચૂંટણીનો ચહેરો બનાવીને સત્તા સોંપવામાં આવી. જોકે આ વખત ભાજપની આશા પર પાણી ફરી વળ્યું. પાર્ટી 2012ની ચૂંટણી હારી ગઈ. આ સિવાય ખંડૂરી પણ પોતાની સીટ બચાવી શકયા ન હતા.

રાજ્યમાં બે વખત લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન

  • 27 માર્ચ 2016થી 21 એપ્રિલ 2016, 25 દિવસ
  • 22 એપ્રિલ 2016થી 11 મે 2016, 19 દિવસ

2012માં કોંગ્રેસ સત્તામાં પરત ફરી, જોકે પાર્ટીમાં ફૂડ પડી ગઈ
2012માં 70 વિધાનસભા સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 31 અને કોંગ્રેસે 32 સીટો જીતી હતી. બહુમતીના આંકડાથી બંને પક્ષ દૂર હતા. બસપાના 3, ઉત્તરાખંડ ક્રાંતિ દળના 1 અને 3 અપક્ષના સહારે કોંગ્રેસે સરકાર બનાવી. મુખ્યમંત્રી પદે વિજય બહુગુણા બેઠા. તે સમયે 2013માં કેદારનાથમાં ભયાનક પુર આવ્યું, ત્યારે બહુગુણાની નીતિઓ અને કાર્યશૌલી પર સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓએ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. વિરોધ વધવાના પગલે કોંગ્રેસે બહુગુણાને હટાવીને હરીશ રાવતને મુખ્યમંત્રીના પદે બેસાડ્યા.

કોંગ્રેસમાં ફૂટ, ફસાઈ હરીશ રાવતની સરકાર
હરીશ રાવતની સત્તા પણ વધુ દિવસ ન ચાલી. બે વર્ષ જ થયા હતા અને પાર્ટીના ધારાસભ્યોએ રાવત સાથે દગાખોરી કરી. કોંગ્રેસના 9 ધારાસભ્યો પાર્ટી સાથે દગાખોરી કરી ચૂક્યા હતા. સરકાર અલ્પમતમાં આવી ગઈ. રાજ્યમાં રાજકીય સ્થિરતાને જોતા 27 માર્ચ 2016ના રોજ રાજ્યમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.

કોંગ્રેસના ચહેરા ત્રણ, જોકે મુખ્યમંત્રી 5 રહ્યાં
1. નારાયણ દત તિવારીઃ 2 માર્ચ 2002થી 7 માર્ચ 2007, 5 વર્ષ
2. વિજય બહુગુણાઃ 13 માર્ચ 2012થી 31 જાન્યુઆરી 2014, 690 દિવસ
3. હરીશ રાવતઃ 1 ફેબ્રુઆરી 2014થી 27 માર્ચ 2016, 785 દિવસ
4. હરીશ રાવતઃ 21 એપ્રિલ 2016થી 22 એપ્રિલ 2016, 1 દિવસ
5. હરીશ રાવતઃ 11 માર્ચ 2016થી 18 માર્ચ 2017, 311 દિવસ

2017માં ભાજપે 5 વર્ષ પહેલા જ ત્રણ ચહેરા બદલી નાંખ્યા
2017ની વિધાનસભા ચૂંટણીમાં એક વખત ફરી ભાજપે જોરદાર રીતે સત્તા મેળવી. આ વખતે પાર્ટીએ ત્રિવેન્દ્ર સિંહ રાવતને રાજ્યની કમા સોંપી. રાવતની કાર્યશૌલી પણ પાર્ટીને પચી નથી. તેમના કેટલાક રાજકીય નિર્ણયએ ધાર્મિક શહેર ધરાવતા આ રાજ્યના મોટા ધર્મગુરુઓને નારાજ કર્યા.