• Gujarati News
  • National
  • The 14 year old Indian Girl Taught The World Leaders, Saying In A Speech, "Don't Talk Now, Don't Act."

નાના મોઢે મોટી વાત:14 વર્ષની ભારતીય દિકરીએ વિશ્વના નેતાઓને શીખ આપી, વકતવ્યમાં કહ્યું હવે વાતો નહિ કામ કરો

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સ વિલિયમે તેણીને ક્લાયમેટ કોન્ફરન્સમાં ક્લીન ટેક્નોલોજી અને ઈનોવેશન પર બોલવા માટે આમંત્રિત કરી હતી

ભારતની 14 વર્ષની દિકરી વિનિશા ઉમાશંકરે ગ્લાસગો ખાતે COP26 પર્યાવરણ સમિટમાં વકતવ્ય આપીને બધાને ચોંકાવ્યા હતા. વિનિશાને COP26માં પ્રિન્સ વિલિયમે આમંત્રિત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે આજની નવી પેઢીને વિશ્વના એવા નેતાઓ પર ખૂબ જ આક્રોશ છે, જે સીધા જ પૃથ્વીને બચાવવાના પગલા લેવાના માત્ર વાયદાઓ જ કરે છે. પ્રિન્સ વિલિયમે તેણીને ક્લાયમેટ કોન્ફરન્સમાં ક્લીન ટેક્નોલોજી અને ઈનોવેશન પર બોલવા માટે આમંત્રિત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉમાંશંકરે અગાઉના અર્થશોસ્ટ પ્રાઈઝના ફાઈનલિસ્ટ્સ પૈકીની એક છે.

હવે આપણે વાતો કરવાની બંધ કરીને કામ કરવું જોઈએ
ભારતના તામિલનાડુમાંથી આવતી ઉમાશંકરે વિશ્વ નેતાઓને સંબોધતા કહ્યું હતું કે હવે આપણે વાતો કરવાની બંધ કરીને કામ કરવું જોઈએ. આપણે અગાઉ થયેલી ચર્ચાઓ વિશે વિચારવાનું બંધ કરવું જોઈએ કારણ કે નવા ભવિષ્ય માટે નવી દિશા જરૂરી છે. આ કારણે તમારે તમારો સમય, પૈસા અને પ્રયત્ન નવા ભવિષ્યના નિર્માણ માટે લગાવવો જોઈએ.

જૂની વિચારશરણી અને જૂની ટેવને છોડો
તેણે વધુમાં કહ્યું કે હું આપ સૌને અર્થશોટ પ્રાઈઝ વિનર્સ અને ફાઈનલિસ્ટ વતી અમારી સાથે જોડાવવા આમંત્રિત કરુ છું. અમે આશા રાખીએ કે તમે જૂની વિચારશરણી અને જૂની ટેવને છોડી દેશો. જ્યારે હું તમને આમંત્રિત કરુ છું, ત્યારે એક વાતની સ્પષ્ટતા કરુ છું કે જો તમે સુકાન નહિ સંભાળો તો અમે તો સંભાળીશું જ. તમે વિલંબ કરશો છતાં પણ અમે તો કામ કરીશું. અમે ભવિષ્યનું નિર્માણ કરીશું, ભલે તમે ભૂતકાળમાં અટવાઈ જાવ. જોકે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મારા આમંત્રણનો સ્વીકાર કરો, મારી ખાતરી છે કે તમને ક્યારેય આ વાતનો વસવસો નહિ થાય.

મને ધરતીની પુત્રી હોવાનો ગર્વ છે
વિનિશા ઉમાશંકરે સૌરઉર્જાથી ચાલતુ સ્ટ્રીટ આરનિંગ કાર્ટ બનાવ્યું હતું અને કોલસાની જગ્યાએ સૌરઉર્જાના વપરાશથી પર્યાવરણને શુધ્ધ રાખી શકવા અંગેનો કનસેપ્ટ રજૂ કર્યો હતો. તે બદલ તેણીને અર્થશોટ પ્રાઈઝ મળ્યું હતું. તેણીએ વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ક્લાયમેટ ચેન્જનો સવાલ છે ત્યાં સુધી કોઈ સ્ટોપ બટન જ નથી. મારી પેઢીના ઘણા લોકોને વિશ્વના એવા નેતાઓ સામે આક્રોશ છે, જેમણે માત્ર વાયદાઓ જ કર્યાં છે પરંતુ તેને પુરા કર્યા નથી. અને અમારી પાસે તેમની પર રોષ ઠાલવવાનું વ્યાજબી કારણ પણ છે. જોકે મારી પાસે ગુસ્સો ઠાલવવા માટે સમય નથી. મારે કામ કરવુ છે. હું માત્ર ભારતમાંથી આવતી છોકરી નથી. હું ધરતીની પુત્રી છું અને મને તેનો ગર્વ છે. હું એક વિદ્યાર્થી, ઈનોવેટર, પર્યાવરણવાદી અને ઉદ્યોગ સાહસિક છું. જોકે આ બધા કરતા હું એક આશાવાદી છું.

પ્રિન્સ વિલિયમ્સના અર્થશોટ પ્રાઈઝને વિશ્વના સૌથી પ્રેરણાદાયી અને નવીન સોલ્યુશન્સને આપવામાં આવે છે. જોકે આ સોલ્યુશન્સ વિશ્વના પર્યાવરણ સામેના પડકારોના સમર્થન કરતું હોવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...