તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The 12 18 Week Interval Between The Two Doses Of Covishield Was Deemed Appropriate By The American Doctor

વેક્સિનેશન:કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12-18 અઠવાડિયાના અંતરને અમેરિકન ડોકટરે યોગ્ય ગણાવ્યું

2 મહિનો પહેલા
ડો.ફૌચીએ કહ્યું- વેક્સિનના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 12-18 અઠવાડિયાનું અંતર રાખવાનો નિર્ણય યોગ્ય જ છે.
  • ડો.ફૌચીએ કહ્યું- ભારતે પોતાના નાગરિકોને વધુમાં વધુ વેક્સિન આપવા બાબતે ભાર મૂકવો જોઈએ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના મુખ્ય તબીબી સલાહકાર ડો. ફૌચીએ કોવિશીલ્ડ વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના 12 થી 18 અઠવાડિયાના અંતરને યોગ્ય ગણાવ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ડો. ફૌચીએ કહ્યું હતું કે જો વેક્સિનનો અભાવ હોય અને વધુને વધુ લોકોને વેક્સિન આપવાની હોય તો આ પદ્ધતિ યોગ્ય જ છે.

એટલું જ નહીં, આ ઉપરાંત અમેરિકન ડોક્ટરે કહ્યું કે ભારતે વેક્સિનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે અન્ય દેશો અને કંપનીઓ સાથે સહયોગ કરવો જોઈએ, જેથી દેશની વસ્તીને ઝડપથી વેક્સિન લગાવાઈ શકાય. ભારતને વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન ઉત્પાદક ગણાવતા ડો.ફૌચીએ જણાવ્યું હતું કે ભારત ખૂબ મોટો દેશ છે, તેની વસ્તી 1.3 અબજ છે અને હજી સુધી માત્ર 10 ટકા લોકોને કોરોનાની વેક્સિન અપાઈ છે. તેથી, અન્ય દેશો સાથે ભારતે મળીને કામ કરવું પડશે, જેથી વેક્સિનનું ઉત્પાદન વધારી શકાય.

ન્યૂઝ એજન્સી એએનઆઈને ઇન્ટરવ્યુ આપતા ડો.ફૌચીએ કહ્યું કે ભારતમાં સંક્રમિત દર્દીઓની સંભાળ રાખવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવાની જરૂર છે. ડો.ફૌચીએ જણાવ્યું હતું કે ભારતને ફક્ત વિદેશથી ઓક્સિજન, ઓક્સિજન સિલિન્ડર, પીપીઇકિટ્સ, માસ્ક, ઓક્સિજન કન્સન્ટ્રેટર મેળવવું તે પૂરતું નથી. આ સિવાય ભારતે તે વાત પર પણ ભાર આપવો જોઈએ કે નાગરિકોને વધુમાં વધુ વેક્સિન લગાવવી જોઈએ.

ધનવાન દેશોએ મદદ કરવી જોઈએ
તેમણે કહ્યું કે કોરોનાનો નવો વેરીએન્ટ B1617 ભારત સિવાયના 40 અન્ય દેશોમાં મળી આવ્યો છે, જેમાં અમેરિકા પણ સામેલ છે. કોરોના સમયગાળાના આ સંકટમાં સમૃદ્ધ દેશોની જવાબદારી બને છે કે તેઓ અક્ષમ દેશોની મદદ કરે. જણાવી દઈએ કે આવતા અઠવાડિયાથી રશિયાની વેક્સિન સ્પૂતનિક વી પણ વેક્સિનેશન અભિયાનમાં સામેલ થશે.

ડો. ફૌચીએ સ્પૂતનિક વી પર પોતાનો અભિપ્રાય આપ્યો
સ્પૂતનિક વી વેક્સિનની અસર પર ડો.ફૌચીએ કહ્યું કે મારી પાસે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોવેક્સિન વિશે વધારે માહિતી નથી. પરંતુ સ્પૂતનિક વી વધુ અસરકારક છે. સ્પૂતનિક વી કોરોના સામે 90 ટકા અસરકારક છે. જો કે કોવેક્સિન પર તેમણે કહ્યું કે તેમની પાસે તેની પાસે વધારે માહિતી નથી.

12-18 અઠવાડિયાના અંતરને યોગ્ય ગણાવ્યું
આ સિવાય ડો.ફૌચીએ એમ પણ કહ્યું કે જો વેક્સિનની અછત હોય તો, વેક્સિનના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 12-18 અઠવાડિયાનું અંતર રાખવાનો નિર્ણય યોગ્ય જ છે. જેથી વધુને વધુ લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ મળી શકે. ડો.ફૌચીએ કહ્યું કે જો તમે બે ડોઝ વચ્ચે લાંબુ અંતર રાખો છો તો તેની શક્યતા ઓછી છે કે વેક્સિનની અસરકારકતા પર નકારાત્મક અસર પડે.