તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Thailand Call Girl Case Lucknow Update; Thai Girl Dies Of COVID Which Was Called By Businessman Son

થાઈલેન્ડની યુવતી અંગે નવો ઘટસ્ફોટ:સંક્રમિત હોવા છતાં સ્પામાં કામ કર્યું; પૈસા ન હોવાથી 2 દિવસ સારવાર નહોતી મળી, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કેસમાં લખનઉનાં 50 નેતા અને મોટા વેપારીઓ રડારમાં છે, પોલીસ એમની કોલ ડિટેલ નિકાળી રહી છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં થાઈલેન્ડથી કોલગર્લ બોલાવવાનાં કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. ભાસ્કરની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આ યુવતી કોરોના સંક્રમિત હોવા છતાં 5 દિવસ સુધી સ્પામાં કામ કરતી રહી હતી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે થાઈલેન્ડની યુવતીની હાલત ગંભીર જણાતા સ્પાનાં મેનેજરે એને લોહિયા હોસ્પિટલ મોકલી આપી હતી. યુવતી પાસે પૈસા ન હોવાથી એને હોસ્પિટલમાં બેડ પણ મળ્યો નહતો.

હોસ્પિટલનાં કોરિડોરમાં જ આ યુવતી 2 દિવસ સુધી તરફડિયાં મારતી રહી હતી. બે દિવસ પછી જ્યારે એની સિંગાપુરમાં રહેતી બહેને પૈસા મોકલ્યા ત્યારે યુવતીને હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને યુવતીએ બેડ મળ્યાનાં ગણતરીનાં કલાકોમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

23 એપ્રિલે સ્થિતિ બગડી હતી
તપાસ કરી રહેલા અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, 23 એપ્રિલનાં રોજ વિદેશી યુવતીની હાલત ગંભીર જણાઈ હોવા છતાં કોઈપણ એને હોસ્પિટલમાં નહોતું લઈ ગયું. 28 એપ્રિલે જ્યારે યુવતીની હાલત વધારે ગંભીર થઈ ગઈ ત્યારે O2 સ્પાનો મેનેજર સલમાન એને લોહિયા હોસ્પિટલમાં લઈ ગયો હતો. ડૉકટરે પ્રશાસનની અનુમતિ વગર કોઈપણ વિદેશી નાગરિકને દાખલ કરવાની ના પાડી દીધી હતી.

આ અંગે સલમાને સ્પાનાં માલિક રાકેશ શર્મા સાથે વાત કરી હતી, જેના પોલિટિકલ સારે કોન્ટેક્ટ હોવાથી એણે થાઈલેન્ડની એમ્બસીમાં પણ આની જાણ કરી દીધી હતી. લગભગ કલાકો સુધી વાદ-વિવાદ કર્યા પછી ડૉકટરોએ આને દાખલ કરી હતી.

સમયસર સારવાર ન મળતા મૃત્યું પામી
યુવતીની સારવાર માટે ડૉકટરોએ 40 હજાર રૂપિયાનાં એક મશીનની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. આ ખર્ચ સાંભળીને જ સલમાન ત્યાંથી ભાગી ગયો હતો. ડૉકટરોએ પણ રૂપિયા ન મળતાં સારવાર આરંભી નહોતી. 2 દિવસ સુધી આ યુવતી લોહિયા હોસ્પિટલનાં કોરિડોરમાં તરફડિયાં મારી રહી હતી.

તેણીએ સિંગાપુરમાં રહેતી પોતાની બહેન પાસેથી 40 હજાર રૂપિયા મંગાવ્યા, ત્યારપછી ડૉકટરોએ એની સારવાર શરૂ કરી હતી. પરંતુ યોગ્ય સમયે સારવાર ન મળતા 3 મેનાં રોજ યુવતીનું મોત નીપજ્યું હતું.

ટૂરિસ્ટ વિઝા પર નોકરી, પોલીસને આની જાણ પણ નહોતી
થાઈલેન્ડની યુવતી પહેલી વાર 2010માં લખનઉ આવી હતી. અહીંયાનાં સ્પાનાં સંચાલકો એમને ટૂરિસ્ટ વિઝા પર બોલાવતા હતા અને યોગ્ય સેલેરી પેકેજ આપીને કામ કરાવતા હતા. જ્યારે એમનો ટૂરિસ્ટ વિઝાનો સમયગાળો પૂરો થઈ જાય ત્યારેજ આ યુવતીઓ પોતાના વતન પરત ફરતી હતી. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે આ યુવતી 2010, 2018, 2019 અને હવે 31 માર્ચનાં રોજ ચોથીવાર દેશમાં આવી હતી. એ 2 એપ્રિલથી રાકેશ શર્માનાં O2 THAI સ્પામાં કામ કરતી હતી.

દરેક વખતે આ યુવતી ટૂરિસ્ટ વિઝા પર આવી અને કામ કરતી રહેતી હતી. ઈન્ટેલિજન્સ યૂનિટ અને પોલીસને પણ આ વાતની જાણ નહોતી. એટલું જ નહીં પરંતુ આ યુવતી જ્યાં રોકાઈ અને કામ કર્યું એની પોલીસેને જાણ પણ નહોતી થઈ. કાયદાને જાણતા લોકોએ જણાવ્યું હતું કે આ વિઝા કાયદાનો ભંગ છે અને આના માટે કડક સજાની જોગવાઈ કરાય છે. ઈન્ટેલિજન્સ યૂનિટ અને પોલીસની આ પ્રમાણેની બેદરકારી દેશ માટે જોખમી નીવડી શકે છે.

  • સપા નેતાએ આરોપ લગાવ્યો હતો કે BJP સાસંદનાં પુત્રએ કોલ ગર્લ બોલાવી હતી, કોરોનાથી મૃત્યુ થયું હોવાને કારણે પોલીસે ઝડપથી આનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો.

કેન્ટનાં એક યુવક સાથે મૈત્રીનાં સંબંધો હતા
પોલીસનાં જણાવ્યા પ્રમાણે વિદેશી યુવતી જ્યારે બીજીવાર લખનઉ આવી ત્યારે એને સિંગાપુરનાં મોલમાં ચાલતા એક સ્પામાં નોકરી મળી હતી. કેન્ટમાં રહેતો MBA પાસ કરેલો યુવક દરરોજ એ સ્પામાં આવતો હતો. બંને એકબીજાને મળ્યા અને દોસ્તી પછી પ્રેમમાં પડી ગયા હતા. ત્યારપછી આ યુવતી હુસૈનગંજમાં રહેતા સલમાનનાં સંપર્કમાં આવી હતી. સલમાન એેને રાકેશ શર્માનાં O2 THAI સ્પામાં લઈ ગયો હતો, જ્યાં એને નોકરી શરૂ કરી દીધી હતી.

આ કેસમાં તપાસ આદરી રહેલા DGP સંજીવ સુમને કહ્યું હતું કે વિદેશી યુવતીઓ અંગે ચાલી રહેલી ચર્ચાઓનાં કોઈ પુરાવા નહોતા મળ્યા. તેણી પાસે સારવારનાં રૂપિયા નહોતા. તેથીજ આ યુવતી 2 દિવસ સુધી હોસ્પિટલનાં કોરિડોરમાં તરફડિયા મારતી રહી હતી. યુવતીએ એની બહેન પાસેથી રૂપિયા મંગાવ્યા હતા, ત્યારપછી એની સારવાર આગળ વધી હતી. ટૂરિસ્ટ વિઝા પર કેવી રીતે આ યુવતી કામ કરી રહી હતી, એ અંગે વધુ તપાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...