તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્વનો નિર્ણય:TET સર્ટિફિકેટ હવે 7 વર્ષની જગ્યાએ લાઈફટાઈમ માન્ય, નિર્ણય 2011થી લાગુ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઈચ્છુક યુવાઓને મોટી રાહત આપી છે. તે હેઠળ એકવાર ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ(TET) પાસ કરનાર ઉમેદવારનું સર્ટિફિકેટ હવે જીવનભર માન્ય ગણાશે. હાલ આ મુદત 7 વર્ષ હતી. આ મુદતમાં નોકરી ન મળે તો ફરીવાર TET પાસ કરવી પડતી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે કહ્યું કે TET સર્ટિફિકેટ હવે લાઈફટાઈમ કાયદેસર ગણાશે.

આ નિર્ણય 2011થી લાગુ થશે. તેનો અર્થ એ છે કે 2011થી જ ટીઈટી સર્ટિફિકેટની કાયદેસરતા 7 વર્ષથી વધીને આજીવન થઈ જશે. કેન્દ્રએ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને એ ઉમેદવારોને નવાં પ્રમાણપત્ર ઈશ્યૂ કરવા કહ્યું છે જેમની સાત વર્ષની મુદત પૂરી થઈ ચૂકી છે.

સ્કૂલ શિક્ષક નિમણૂક માટે TET સર્ટિફિકેટ જરૂરી
સ્કૂલ શિક્ષક તરીકે નિમણૂક પામવા ટીઈટી સર્ટિફિકેટ જરૂરી છે. એનસીટીઈએ 11 ફેબ્રુઆરી 2011ના રોજ કહ્યું હતું કે રાજ્ય ટીઈટીનું આયોજન કરશે. સર્ટિફિકેટની કાયદેસરતા સાત વર્ષની રહેશે. સીટીઈટીનું આયોજન સીબીએસઈ કરે છે. જે વર્ષમાં બે વખત યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...