તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્વિટર રિએક્શન:ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની ટ્વિટર પર થઈ મજાક, બની રહ્યાં છે વિવિધ જોક્સ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેસ્લાનું ભારતમાં આગમન થવાની સાથે જ ટ્વિટર યુઝર્સે વિવિધ જોક્સ કર્યા. - Divya Bhaskar
ટેસ્લાનું ભારતમાં આગમન થવાની સાથે જ ટ્વિટર યુઝર્સે વિવિધ જોક્સ કર્યા.

ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ છે. વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની કંપનીએ બેંગલુરુમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટ્વિટર પર તેની પુષ્ટિ કરતા ટેસ્લાના CEO એલન મસ્કને શુભકામનાઓ આપી છે.

યેદિયુરપ્પાએ ટ્વિટ કર્યું કે કર્ણાટક ગ્રીન મોબિલિટીની દિશામાં ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. ઈલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા બેંગલુરુમાં આરએન્ડડી યુનિટની સાથે ઝડપથી ભારતમાં પોતોનો કારોબાર શરૂ કરશે. હું ભારતમાં એલન મસ્કનું સ્વાગત કરું છું અને તેમને શુભકામના આપુ છું. ટેસ્લાએ બેંગલુરુમાં એક શોધ અને વિકાસ કેન્દ્ર સ્થાપિત કર્યું છે- એક શહેર જે પોતાના વહાનવ્યવહાર માટે એટલું બદનામ છે કે ટ્વિટર પર દરેકે ટેસ્લાની એન્ટ્રીના સમાચાર સાથે આ અંગે મજાક કરવાનું શરૂ કર્યું. તેના પગલે ટ્વિટર પર #TeslaIndia ટ્રોપ ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ અંગે ઘણા યુઝર્સે જોક્સ અને મીમ્સ પણ શેર કર્યા. તેની પર ઘણા લોકોએ રિએક્શન્સ પણ આપ્યા.

ટ્વિટર યુઝર્સ એ વાતને લઈને પણ ચિંતિત છે કે કઈ રીતે ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર બેંગલુરુના ટ્રાફિકમાં ચાલી શકશે.

કેટલાક લોકોને ચિંતા હતી કે ટેસ્લાના ઓટોપાયલટ ફીચરનો ભારતીય ટ્રાફિક સાથે કોઈ મેળાપ થશે નહિ.

લોકોએ કેટલાક મજાક કરતા જોક્સ પણ કર્યા...

ગત વર્ષે એલન મસ્કે એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમની કંપની 2021માં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. એક્સચેન્જ ફાઈલિંગથી એ વાતનો ખ્યાલ આવે છે કે ભારતીય યુનિટના ત્રણ નિર્દેશક છે- ડેવિડ ફેન્સટીન, વૈભવ તનેજા અને વેંકટરંગમ શ્રીરામ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser