• Gujarati News
  • National
  • "We Are Not Safe," Said The Fleeing Kashmiri Pandit. Shah Doval Meeting On The Situation Today

કાશ્મીરમાં 12 કલાકમાં બીજો આતંકી હુમલો:પલાયન કરી રહેલા કાશ્મીરી પંડિતે કહ્યું- અમે સુરક્ષિત નથી; સ્થિતિ પર આજે શાહ-ડોભાલની મીટિંગ

શ્રીનગર23 દિવસ પહેલા

કાશ્મીરમાં આતંકીઓ કાશ્મીરી ન હોય તેવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. મંગળવારે હિન્દુ ટીચર રજનીબાલની હત્યા પછી ગુરવારે બે જગ્યાએ બિન-કાશ્મીરીઓ પર હુમલો થયો. પ્રથમ હુમલો સવારે કુલગામમાં થયો, જ્યાં રાજસ્થાન નિવાસી 25 વર્ષીય બેન્ક-મેનેજર વિજય કુમારની હત્યા કરવામાં આવી હતી.

આ ટાર્ગેટ કિલિંગ્સ પછી ઘાટીમાંથી કાશ્મીરી પંડિત મોટે પાયે પલાયનની તૈયારીમાં લાગી ગયા છે. આ મુદ્દે આજે ગૃહમંત્રી અમિત શાહ NSA અજિત ડોભાલની સાથે બેઠક કરશે. આ મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, DGP દિલબાગ સિંહ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, CRPFના મહાનિર્દેશક કુલદીપ સિંહ અને SSBના પ્રમુખ પણ સામેલ થશે. ગુરુવારે પણ શાહે ડોભાલની સાથે બેઠક કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં વધતા ટાર્ગેટ કિલિંગના કારણે લોકોએ ઘાટીમાંથી જમ્મુ તરફ પલાયણ શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં વધતા ટાર્ગેટ કિલિંગના કારણે લોકોએ ઘાટીમાંથી જમ્મુ તરફ પલાયણ શરૂ કર્યું છે.

પંડિત જમ્મુ પહોંચવાની કોશિશ કરી રહ્યા છે
અનંતનાગના મટ્ટનમાં ગુરુવારે આતંકી હુમલાઓથી ડરેલા પંડિત પોતાનો સામાન લઈને જમ્મુના બનિહાલ જવાની કોશિશમાં લાગી ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં PM પેકેજ અંતર્ગત કર્મચારી અમિત કૌલે જણાવ્યું હતું કે સ્થિતિ સતત બગડી રહી છે. 4 લોકોની હત્યા થઈ છે, એને પગલે 30-40 પરિવાર શહેર છોડીને જઈ રહ્યા છે. સરકાર અમારી માગ પૂરી કરતી નથી. શ્રીનગરમાં કોઈપણ સુરક્ષિત જગ્યા નથી.

લાલચોકથી અનંતનાગ સુધી ઘણા દેખાવો
સરકારી આશ્વાસનો અને જિલ્લા મુખ્યાલયો પર સુરક્ષિત પોસ્ટિંગના વાયદા છતાં ગુરુવારે સતત બીજા દિવસે કાશ્મીર પંડિત કર્મચારીઓએ શ્રીનગરથી જમ્મુ તરફ પલાયન કર્યું હતું. હવે અન્ય હિન્દુ કર્માચારી પણ જમ્મુ તરફ જઈ રહ્યા છે. સંખ્યાબંધ પરિવારો કાશ્મીર છોડી ચૂક્યા છે. ઘણા લોકો રાતના અંધારામાં પલાયન કરી રહ્યા છે.

બેન્ક મેનેજર વિજય કુમારના 4 મહીના પહેલા જ લગ્ન થયા હતા.
બેન્ક મેનેજર વિજય કુમારના 4 મહીના પહેલા જ લગ્ન થયા હતા.

હિન્દુઓનો આરોપ- બાળકો સ્કૂલમાં કઈ રીતે જશે
ગાંદરબલ, શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના ટ્રાન્ઝિટ કેમ્પોમાં રહેનારા હિન્દુઓએ આરોપ લગાવ્યો કે પોલીસ તેમને ગેટની બહાર જવા દેતી નથી. શ્રીનગરના દેહાતી વિસ્તારથી ગાડી પકડીને શહેર પહોંચનાર એક કર્મચારીએ જણાવ્યું કે સરકારે અમને જિલ્લા મુખ્યાલયોમાં પોસ્ટિંગ આપ્યું છે. જોકે આ પૂરતું નથી. દૂધ-કરિયાણું લેવા માટે બજાર જવું પડે છે. બાળકો સ્કૂલે કઈ રીતે જશે? પોલીસ દરેક જગ્યાએ તો સુરક્ષા ન આપી શકે ને. આ કારણે એક જ વિકલ્પ છે કે કોઈપણ રીતે જમ્મુ પહોંચી જઈએ. બાકીનું બધું પછી વિચારીશું.

કર્મચારીઓને સુરક્ષિત જગ્યાએ તહેનાત કરવાનો નિર્ણય
જમ્મુ-કાશ્મીર પ્રશાસને ખતરાની શક્યતાને પગલે કાશ્મીરી પ્રવાસીઓ અને જમ્મુ ક્ષેત્રના અન્ય કર્મચારીઓને 6 જૂન સુધી સુરક્ષિત જગ્યાએ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. તે પછી પણ પ્રધાનમંત્રી વિશેષ પેકેજ અંતર્ગત નિમવામાં આવેલા કર્મચારીઓનો આક્રોશ ઓછો થયો નથી. કર્મચારીનો આરોપ છે કે ટાર્ગેટ બનાવીને કર્મચારીઓની હત્યા કરવામાં આવી રહી છે.

22 દિવસમાં 9 ટાર્ગેટ કિલિંગ, તેમાંથી 5 હિન્દુ હતા
કાશ્મીરમાં આ વર્ષે 20 નાગરિકોની હત્યા કરવામાં આવી છે. તેમાંથી 9 હત્યાઓ છેલ્લા 22 દિવસમાં થઈ હતી, જેમાંથી 5 હિન્દુ અને 3 આર્મીના જવાન હતા. આતંકીઓએ એક ટીવી એક્ટરની પણ હત્યા કરી હતી. આ ટાર્ગેટ કિલિંગ્સ પછી લોકોમાં ભય છે અને તે ઘાટીની જગ્યાએ જમ્મુ રહેવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...