જમ્મુ-કાશ્મીરમાં આતંકી જૂથો તેમના પાક. સભ્યોની ઓળખ છુપાવવા ફેક આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. શ્રીનગરમાં બે પાકિસ્તાની આતંકીઓના માર્યા ગયા બાદ બાયોમેટ્રિક ઓળખના દુરુપયોગનો મામલો સામે આવ્યો હતો. તેના બાદથી જમ્મુ-કાશ્મીર પોલીસ યુઆઈડીએઆઇને બાયોમેટ્રિકની સેફ્ટીને મજબૂત કરવાનો આગ્રહ કરી રહી છે. સાથે જ આતંકીઓને મળેલા આધારની રિયલ ટાઈમ સૂચનાઓ પ્રાપ્ત કરવાનું મેકેનિઝમ તૈયાર કરવા વિશે વાત કરશે.
તાજેતરમાં માર્યા ગયેલા મોહમ્મદ ભાઈ અબુ કાસિમ અને અબુ અર્સલાન ખાલિદ પાસે બે આધારકાર્ડ મળી આવ્યાં હતાં. આધારકાર્ડના નંબર સાચા હતા પણ ફોટા ખોટા લગાવાયા હતા. સૂત્રોએ કહ્યું કે તેની મદદથી આતંકી જૂથોનો ઉદ્દેશ્ય ખીણમાં આતંકવાદને સ્થાનિક આંદોલનની જેમ બતાવવાનો છે.
પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ઈસ્માઈલ અલ્વી ઉર્ફે લંબુ જ્યાં અથડામણમાં ઠાર મરાયો હતો ત્યાંથી પણ એક બોગસ આધારકાર્ડ મળ્યો હતો. ગત અમુક મહિનાથી આતંકીઅોના અડ્ડાથી અનેક ફેક આધારકાર્ડ મળ્યા છે. બીજી બાજુ ગૃહમંત્રાલયે જૈશ એ મોહમ્મદના વડા આશિક અહેમદ નેંગ્રૂ(34)ને આતંકી જાહેર કરી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.