તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Terrorists Preparing To Use Drones As Weapons; Many Such Chinese Drones Have Been Intercepted In Punjab

ભારતમાં હુમલાનો નવો આતંકી પેંતરો:ડ્રોનને હથિયારની જેમ ઉપયોગ કરવાની તૈયારીમાં આતંકીઓ; પંજાબમાં એવાં અનેક ચાઇનીઝ ડ્રોન પકડાયાં છે

નવી દિલ્હી10 મહિનો પહેલા
પંજાબમાં જ 12 ઓગસ્ટથી અત્યારસુધીમાં ચીનમાં બનેલાં ચાર ડ્રોનમાંથી મોટા જથ્થામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. - પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પંજાબમાં જ 12 ઓગસ્ટથી અત્યારસુધીમાં ચીનમાં બનેલાં ચાર ડ્રોનમાંથી મોટા જથ્થામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. - પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાનમાં સરકાર સમર્થિત આતંકવાદીઓ અને ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ચીનમાં બનેલાં ડ્રોનનો મોટે પાયે ઉપયોગ કરી રહ્યાં છે. એના દ્વારા સરહદ પાર ભારતમાં હથિયારો અને ડ્રગ્સની તસ્કરી કરવામાં આવે છે. આતંકવાદીઓ એને હથિયારની જેમ ઉપયોગ કરવાની તૈયારીમાં પણ છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.

રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં આતંકવાદવિરોધી અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે આતંકવાદી સમૂહ અને આઈએસઆઈ નાના પાયે હથિયારોની દાણચોરી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યાં હતાં, પરંતુ હાલના દિવસોમાં તેમણે ડ્રોનનાં આધુનિક વર્ઝન ખરીદ્યાં છે. આ ડ્રોન એકવારમાં મોટા જથ્થામાં હથિયાર લઈ જવામાં સક્ષમ છે.

બરફવર્ષામાં ડ્રોનનો આધાર
એક અધિકારીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ઊંચા પહાડો અને ભારે બરફવર્ષાને કારણે આતંકીઓ માટે ઘૂસણખોરી કરવી આસાન નથી હોતી. આવી સ્થિતિમાં અનેક એવા રિપોર્ટ્સ આવ્યા છે, જેમાં જણાવાયું છે કે આતંકી સંગઠનો ડ્રોનની મદદથી પંજાબ બોર્ડર દ્વારા હથિયારોની દાણચોરી કરી રહ્યાં છે, જેથી કાશ્મીરખીણમાં તેમની આતંકી પ્રવૃત્તિઓ ચાલતી રહે.

એકલા પંજાબમાંથી જ 12 ઓગસ્ટથી અત્યારસુધીમાં ચીનમાં બનેલાં ચાર ડ્રોનમાંથી મોટા જથ્થામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. આ રિપોર્ટ પછી બીએસએફ તરફથી કહેવામાં આવ્યું છે કે સરહદ પર ડ્રોનની ઘૂસણખોરીનો મુકાબલો કરવા માટે ટેકનિકલ ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એન્ટી-ડ્રોન સિસ્ટમ પર ઝડપથી કામ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...