• Gujarati News
  • National
  • Terrorists In Jammu And Kashmir Are Carrying Out Target Killings At The Behest Of Pakistan: DGP Dilbag Singh

નાપાક ચાલ:જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પાકિસ્તાનના ઈશારે ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે: DGP દિલબાગ સિંહ

શ્રીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક(DGP) દિલબાગ સિંહ. - Divya Bhaskar
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક(DGP) દિલબાગ સિંહ.

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) દિલબાગ સિંહે બુધવારે જણાવ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારે આતંકીઓ રાજ્યમાં નાગરિકોનું ટાર્ગેટ કિલિંગ અને સુરક્ષાદળો પર હુમલા કરી રહ્યા છે. હવે પાકિસ્તાન ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ(ટીઆરએફ)ના આતંકીઓનો ઉપયોગ એવા નાગરિકોને નિશાન બનાવવા તથા પત્રકારો અને અન્ય લોકોને ધમકાવવા કરી રહ્યું છે જે જમ્મુ-કાશ્મીરને સમૃદ્ધ બનાવવા માગે છે. તેમણે કોન્સ્ટેબલ અલ્તાફ હુસેનને શ્રદ્ધાંજલિ આપ્યા પછી આ ટિપ્પણી કરી હતી.

શોપિયાં એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
સુરક્ષાદળોએ શોપિયાં જિલ્લાના સુગન વિસ્તારમાં અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ગુપ્તચર એજન્સીને અહેવાલ મળ્યા હતા કે સુગન વિસ્તારમાં આતંકીઓ છુપાયા છે. તેના પછી સુરક્ષાદળોની ટીમે વિસ્તારની ઘેરાબંદી કરી હતી. ખુદને ઘેરાયેલા જોઈ આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...