તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • J&K: Terrorists Fired On A Party Of CRPF And Police In Baramulla; Second Attack On Security Forces In 4 Days

કાશ્મીરમાં 4 દિવસમાં બીજો હુમલો:કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો;1 પોલીસ ઓફિસર અને CRPFના 2 જવાન શહીદ, બે આતંકી ઠાર મરાયા

શ્રીનગરએક વર્ષ પહેલા
ગોળી વાગવાના કારણે ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા,જ્યાં સારવાર દરમિયાન જવાનોએ દમ તોડ્યો
  • 4 દિવસમાં સુરક્ષાદળો પર આતંકી હુમલાની બીજી ઘટના
  • 14 ઓગસ્ટે નૌગામમાં 2 પોલીસકર્મી શહીદ થયા હતા

જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે. જેમાં CRPFના બે જવાન અને પોલીસના એક સ્પેશ્યલ ઓફિસરને ગોળી વાગી હતી.ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયએ દમ તોડી દીધો. વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. ચાર દિવસમાં પોલીસ પર આતંકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહિદ થયા હતા.

જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે,સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકી પાસેથી AK-47 મળી આવી છે. હુમલામાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકી સામેલ હતા.

ચાર દિવસમાં પોલીસ પર આંતકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહીદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોમાં પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર આતંકી હુમલા વધી ગયા છે. 12 ઓગસ્ટે બારામૂલાના સોપોરમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવ્યા હતા.

દોઢ મહિના પહેલા CRPF પાર્ટી પર હુમલો થયો હતો
બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં 1 જુલાઈ પણ CRPF ની પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં એક જવાન શહીદ થયો અને 3 ઘાયલ થયા હતા.આતંકીઓના ફાયરિંગના સંકજામાં આવેલા એક નાગરિકનું પણ મોત થયું હતું. માર્યા ગયેલા વ્યક્તિ સાથે તેમનો 3 વર્ષનો પૌત્ર પણ હતો. સિક્યોરિટી ફોર્સે બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...