તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Terrorists Fired Indiscriminately At A Police Party In Srinagar; Soldiers And Civilians Were Injured

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો:શ્રીનગરમાં પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કર્યું; જવાન અને નાગરિક ઈજાગ્રસ્ત થયા

શ્રીનગર5 મહિનો પહેલા
શ્રીનગરના હવલ ચોકમાં આતંકવાદી હુમલા બાદ મોટી સંખ્યામાં સેનાના જવાન ગોઠવવામાં આવ્યા છે - Divya Bhaskar
શ્રીનગરના હવલ ચોકમાં આતંકવાદી હુમલા બાદ મોટી સંખ્યામાં સેનાના જવાન ગોઠવવામાં આવ્યા છે

શ્રીનગરના હવલ ચોક વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી છે. આ હુમલામાં એક જવાન અને એક નાગરિકને ઈજા પહોંચી છે. બન્ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું છે.

સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે
સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે

26 નવેમ્બરના રોજ 2 જવાબ શહીદ થયા હતા
આ અગાઉ 26 નવેમ્બરના રોજ શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા.

આતંકવાદી પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કરી ભાગ્યા
આતંકવાદીઓએ શરીફાબાદમાં શ્રીનગર-બારામૂલા હાઈવે પર એક પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયરિંગમાં બે એક નાગરિક અને જવાન ગંભીર રીતે ઈજા પામ્યા હતા. કાશ્મીર પોલીસના IGએ જણાવ્યું હતું કે 3 આતંકવાદીએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. હુમલા બાદ આતંકવાદી કારમાં ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ગયા મહિને 7 આતંકવાદી ઠાર કરાયા

  • ગયા મહિને નગરોટામાં સેના અને સુરક્ષાદળોએ જૈશના 4 આતંકવાદીને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આતંકવાદી ચૂંટણી અગાઉ મોટો હુમલો કરવા માટે ષડયંત્ર ઘડી રહ્યા હતા. પાકિસ્તાનમાં રહેલા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલા તેનો હેન્ડલર હતો.
  • આ અગાઉ પણ 8 નવેમ્બરના રોજ કુપવાડામાં પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે જોઈન્ટ ઓપરેશનમાં 3 આતંવાદીઓને ઠાર કર્યા હતા. અથડામણમાં સેનાના કેપ્ટન સહિત 3 જવાન પણ શહીદ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો